મંગળવાર, 30 મે, 2023

                                                  વિજ્ઞાનની વાતો :વનસ્પતિ

૧.વનસ્પતિનું પ્રજનન અંગ – પુષ્પ  

૨. પાણી અને ખનીજદ્રવ્યો નું શોષણ કરતુ મૂળ છે 

3. વનસ્પતિનું રસોડું – પર્ણ 

૪.વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે.

૫. વનસ્પતિ સ્વાવલંબી હોય છે ખોરાક માટે બીજા પર આધારિત હોતી નથી. જ્યારે મનુષ્ય અને પ્રાણીઓ પરાવલંબી હોય છે જે ખોરાક માટે વનસ્પતિ પર આધારિત હોય છે.

૫.વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયા દરમ્યાન  ખોરાક બનાવે છે તે દરમિયાન ઓક્સિજન મુક્ત કરે છે અને જ્યારે કાર્બન ડાયોક્સાઈડ ખોરાક માટે  ઉપયોગ કરે છે. 

૬. વનસ્પતિના પર્ણ  બાષ્પોર્ત્સજનની ક્રિયા કરે છે તે દરમિયાન વધારાનું પાણી વાતાવરણ માં બહાર ફેંકે છે અને પર્યાવરણ નું તાપમાનનું સંતુલન જાળવે છે 

૭. વનસ્પતિ પણ ઉત્સર્જન ક્રિયા કરે છે તે દરમિયાન પર્ણ પીળા થઈને ખરી પડે છે અને ઉત્સર્ગ દ્રવ્યો બહાર કાઢે છે.

૮. વનસ્પતિનું પ્રકાંડ વનસ્પતિને મજબૂતાઈ આપે છે / વનસ્પતિનું મૂળ પાણીનું શોષણ કરે છે /    પર્ણને રસોડું કહે છે / પર્ણ   બાષ્પોર્ત્સજનની ક્રિયા કરે છે અને ખોરાક બનાવે છે / પુષ્પ પ્રજનનની ક્રિયા કરે છે     

9. વનસ્પતિ દિવસ દરમ્યાન  કાર્બન ડાયોક્સાઈડ  અંદર  લે છે અને   રાત્રી દરમ્યાન  ઓક્સિજન બહાર કાઢે છે        


                                                     .........તત્વો  વિષે જાણકારી......... 

1...હાઈડ્રોજન:-- આવર્તકોષ્ટકમાં પ્રથમ ક્રમનું  તત્વ છે..આ તત્વ અધાતુ છે...તેનો પરમાણુંભાર 1  છે..   આ તત્વ વાયુ સ્વરૂપે છે..હાઇડ્રોજન ભવિષ્યનો ઉર્જાસ્ત્રોત છે...હાઇડ્રોજન અને ઓક્સિજન ના સંયોજનથી પાણી બને છે...પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ 1:8 હોય છે..હાઇડ્રોજનના ત્રણ સમસ્થાનિકો પ્રોટીયમ,ડ્યૂટેરીયમ(D)  અને  ટ્રીટીયમ(T)...છે.. ડ્યૂટેરીયમ બનાવનાર વૈજ્ઞાનિકો યુરે,બ્રીકવદે અને મર્ફી(1931)..લેબોરેટરીમાં ઝીંક અને હાઇડ્રોક્લોરિક એસીડની પ્રક્રીયાથી હાઇડ્રોજન બને છે...

ભૌતિક ગુણધર્મો:--૧. તે રંગહીન,સ્વાદહીન છે..2..તે હવા કરતાં હલકો અને પાણીમાં અદ્રાવ્ય છે..તેનું ગલન બિંદુ  13.96 K અને ઉત્કલનબિંદુ 20.39 K 3..તેની ઘનતા 0.09 gL (ગ્રામ/લીટર)

હાઇડ્રોજનથી બનતા સંયોજનો.....પાણી (H2O), ભારે પાણી (D2O), હાઇડ્રોજન પેરોક્સાઈડ(H2O2 )

 

2...હિલીયમ:- હિલીયમ આવર્ત કોષ્ટકમાં બીજા ક્રમનું તત્વ છે...આ તત્વ નિષ્ક્રિય સમૂહ એટલે 18માં સમૂહનું તત્વ છે..હિલીયમ વાયુ સ્વરૂપે છે...તેનો પરમાણુંભાર 4 છે..તેના શોધક લોક્યર અને જન્સિન...બ્રહ્માંડમાં બીજા નંબરનું સૌથી વિશાળ તત્વ છે..હવામાન વિભાગમાં હવામાન વિષેની જાણકારી માટે બલૂનમાં હિલીયમ ભરવામાં આવે છે ..હિલીયમ અને ઓક્સિજનનું મિશ્રણ ધરાવતા બોટલનો ઉપયોગ  દરિયામાં તરવૈયા ઓક્સિજન લેવા માટે કરે છે...અસ્થમા દર્દીઓ શ્વસન માટે આ મિશ્રણનો ઉપયોગ કરે છે... 

 

3...લીથીયમ:- આવર્તકોષ્ટકમાં ત્રીજા નંબરનું તત્વ છે...પરમાણુંભાર 6 છે...લીથીયમ ધાતુ તત્વ છે...લીથીયમ આલ્કલી ધાતુ છે....લીથીયમ ધાતુ સેલ બનાવવા માટે થાય છે..લીથીયમની સંજ્ઞા Li  છે.. 

    . 

4...બેરેલીયમ:- આવર્તકોષ્ટકમાં ચોથા નંબરનું તત્વ છે..પરમાણુંભાર 4 છે...બેરેલીયમ ધાતુ તત્વ છે..બેરેલીયમ ધાતુની સંજ્ઞા Be છે..  


5...બોરોન: આવર્તકોષ્ટકમાં પાંચમાં નંબરનું તત્વ છે...પરમાણુંભાર 5 છે..બોરોન ધાતુ છે...બોરોનની સંજ્ઞા B છે...બોરોનની ઈલેક્ટ્રોન રચના (2,3) છે.. બોરોન બાહ્ય કક્ષામાંથી ત્રણ  ઈલેક્ટ્રોન ગુમાવીને  ધનાયન બને છે..  


6...કાર્બન:-- આવર્તકોષ્ટકમાં 6 નંબરનું તત્વ છે...પરમાણુંભાર 12 છે,,,કાર્બન અધાતુ છે...કાર્બન ખૂબ જ ઉપયોગી તત્વ છે...ઓર્ગેનિક રસાયણશસ્ત્રનો પાયો કાર્બન છે..તે હીરા,ગ્રેફાઈટ અને કોલસાનું મુખ્ય તત્વ છે...તે ધાત્વીય કાર્બોનેટમાં,પ્રોટીન્સમાં,કાર્બોહાઈડ્રેટસમાં,હાઈડ્રોકાર્બન્સ, કાર્બન ડાયોક્સાઈડ(CO2 , 0.03% ) હવામાં અને બીજા સંયોજનોમાં હાજર છે...કાર્બનના ત્રણ સમસ્થાનિકો 126C,136C, 146C છે... 146C રેડીઓએક્ટીવ સમસ્થાનિક છે..તે અવશેષોની ઉંમર જાણવા માટે ઉપયોગિ છે….કાર્બન હાઇડ્રોજન સાથે અને કાર્બન સાથે એકલ બંધથી,દ્વિ બંધથી તથા ત્રિબંધથી જોડાય છે...આમ કાર્બન અસંખ્ય સંયોજનો બનાવે છે..આ ગુણધર્મને કેટેનેશન કહેવાય છે..


7...નાઈટ્રોજન:-- આવર્તકોષ્ટકમાં 7 નંબરનું તત્વ છે..પરમાણુંભાર 14 છે..નાઈટ્રોજન અધાતુ તત્વ છે..વાયુ સ્વરૂપે છે.. નાઈટ્રોજન તટસ્થ વાયુ છે...ડી.રૂથરફોર્ડ શોધક છે..(1772)..વાતવરણમાં પ્રમાણ 78% છે...પ્રોટીનનો મુખ્ય ઘટક નાઈટ્રોજન છે..પ્લાન્ટ અને વનસ્પતિ જમીનમાં રહેલાં નાઈટ્રેટ ક્ષાર સ્વરૂપે નાઈટ્રોજન લે છે..યુરિયા ખાતરમાં 46% નાઈટ્રોજન છે....તેના ત્રણ સમસ્થાનિકો છે..ઉદ્યોગોમાં હવાના  પ્રવાહીકરણ અને વિભાગીય નીસ્યંદનથી બનાવાય છે...ગુણધર્મો:-- 1. તે રંગહીન,સ્વાદહીન અને બિનઝેરી વાયુ છે..


8...ઓક્સિજન:--આવર્તકોષ્ટકમાં 8 નંબરનું તત્વ છે...પરમાણુંભાર 16 છે....શોધક સ્વીડન વૈજ્ઞાનિક શીલે (1772)     અને એન્ટોની લેવોસીયેર દ્વારા 1977માં નામ આપવામાં આવ્યું...પૃથ્વીની સતહમાં 46.6% દળ છે...કદના પ્રમાણમાં 20.946% સૂકી હવામાં છે..વાતાવરણીય ઓક્સિજનનો મુખ્ય સ્ત્રોત પ્રકાશસંશ્લેષણ પ્રક્રિયા છે…ગુણધર્મો:-- ઓક્સિજન એ રંગહીન,સ્વાદહિન છે...ઠંડો કરતાં ઓક્સિજન  ઘેરા ભૂરા પ્રવાહીમાં ફેરવાય છે..તે દહનપોષક છે..તે પોતે સળગતો નથી... 


9...ફ્લોરીન:- આવર્તકોષ્ટકમાં 9 નંબરનું તત્વ છે...પરમાણુંભાર 18 છે...ફ્લોરીન હેલોજન સમૂહનું તત્વ (17મો સમૂહ) છે...ફ્લોરીન બાહ્યતમ કક્ષાનો એક ઈલેક્ટ્રોન મેળવીને  F-  બનાવે છે...આમ ફ્લોરીન ઋણાયન બનાવે છે..


10...નિયોન:- આવર્તકોષ્ટકમાં 10  નંબરનું તત્વ છે...પરમાણુંભાર 20  છે..નિયોન એ નિષ્ક્રિય સમૂહનું તત્વ છે..18 મો સમૂહ નિષ્ક્રિય તત્વોનો સમૂહ છે..નિયોન વાયુ રાસાયણિક રીતે નિષ્ક્રિય હોવાથી લેમ્પમાં ભરવામાં આવે છે...નિયોનની ઈલેક્ટ્રોન રચના (2,8,1) છે...નિયોન વાયુ નિષ્ક્રિય વાયુ હોવાથી  કોઈપણ પ્રકારના રાસાયણિક સંયોજનો બનાવતું નથી..      

                               

11...સોડીયમ:-આવર્તકોષ્ટકમાં 11 નંબરનું તત્વ છે...પરમાણુંભાર 23.5 છે..સોડીયમ ધાતુ ભેજવાળી હવા સાથે સળગી ઉઠે છે...તથા સોડીયમ પાણીમાં નાખતાં સળગી ઉઠે છે.....સોડીયમને કેરોસીનમાં રાખવામાં આવે છે...સોડીયમની ઈલેક્ટ્રોન રચના (2,8,1) છે..તથા સોડીયમ અને ક્લોરીન તત્વો ના સંયોજનથી મીઠું બને છે..મીઠાનું રાસાયણિક નામ સોડીયમ ક્લોરાઈડ છે...સોડીયમ આલ્કલી ધાતુ છે..સોડીયમની સંજ્ઞા Na છે....

સોડિયમના ઉપયોગો:--૧.ન્યુક્લીઅર રિએકટરમાં મંદક તરીકે(પ્રવાહી) ૨.સંશ્લેષિત પ્રક્રિયામાં 

સોડીયમના સંયોજનો:-- સોડીયમ કલોરાઈડ (NaCl),સોડીયમ હાઈડ્રોક્સાઈડ (NaOH),સોડીયમ કાર્બોનેટ ( Na2CO3),સોડિયમ બાયકાર્બોનેટ ( NaHCO3 ), સોડીયમ થાયોસલ્ફેટ ( Na2S2O3.5H2O),માઈક્રોકોસ્મિક સોલ્ટ ( Na(NH4)HPO4.4H2O )

                               

12...મેગ્નેશિયમ:- આવર્તકોષ્ટકમાં ૧૨  નંબરનું તત્વ છે...પરમાણુંભાર 24 છે...મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતાં તે સફેદ જ્યોત સાથે સળગે છે..અને સફેદ રાખ મળે છે....મેગ્નેશિયમની સંજ્ઞા Mg છે....મેગ્નેશિયમની ઈલેક્ટ્રોન રચના (2,8,2) છે..મેગ્નેશિયમ ધાતુ 2  ઈલેક્ટ્રોન બાહ્યતમ કક્ષાના ગુમાવીને ધનાયન બનાવે છે..અને Mg+2 આયન બનાવે છે..

.      

13...એલ્યુમિનીયમ:-- આવર્તકોષ્ટકમાં 13  નંબરનું તત્વ છે...પરમાણુંભાર 26  છે...એલ્યુમિનિયમ ઉષ્મા અને વિદ્યુતનું સુવાહક છે...એલ્યુમિનીયમની ઈલેક્ટ્રોન રચના (2,8,3) છે...તેની બાહ્ય કક્ષામાં 3 ઈલેક્ટ્રોન છે..તે nઈલેક્ટ્રોન ગુમાવી ધનાયન બનાવે છે....એલ્યુમિનીયમ ધાતુ છે...એલ્યુમિનિયમની સંજ્ઞા Al છે..


14...સીલીકોન :-- આવર્તકોષ્ટકમાં 14 નંબરનું તત્વ છે...પરમાણુંભાર  28 છે....સીલીકોન રેતીમાંથી મેળવવામાં આવે છે...સીલીકોનની ઈલેક્ટ્રોન રચના (2,8,4) છે..સીલીકોનની બાહ્યતમ કક્ષામાં 4 ઈલેક્ટ્રોન છે...સીલીકોનનો  ઉપયોગ સોલાર સેલ બનાવવામાં  થાય છે...સીલીકોન અર્ધધાતુ છે....સીલીકોનની સંજ્ઞા Si છે...   


15...ફોસ્ફરસ:- આવર્તકોષ્ટકમાં 15  નંબરનું તત્વ છે...પરમાણુંભાર 30  છે...ફોસ્ફરસનો ઉપયોગ દીવાસળી બનાવવા માટે થાય છે..ફોસ્ફરસની ઈલેક્ટ્રોન રચના (2,8,5) છે..બાહ્યતમ કક્ષામાં 5 ઈલેક્ટ્રોન છે...

   

16...સલ્ફર:-- આવર્તકોષ્ટકમાં 8 નંબરનું તત્વ છે...પરમાણુંભાર 16 છે...સલ્ફર પાવડરનો ઉપયોગ  પેટ્રોલમાં પણ કરવામાં આવે છે...સલ્ફરના દહનથી  સલ્ફર ડાયોક્સાઈડ ઉત્પન્ન થાય છે...સલ્ફર ડાયોક્સાઈડ આકાશમાં ધૂમાડા સ્વરૂપે ભેગો થાય છે...સલ્ફર ડાયોક્સાઈડ હવામાંના ભેજ સાથે સંયોજાઈને સલ્ફ્યુરિક એસીડ બને છે..આજ સલ્ફ્યુરિક એસીડ વરસાદ સ્વરૂપે પાછો ધરતી પર આવે છે..  


17..ક્લોરીન:--આવર્તકોષ્ટકમાં 17  નંબરનું તત્વ છે...પરમાણુંભાર 35.5  છે...ક્લોરીન અધાતુ છે..ક્લોરીન એ જંતુનાશક છે..કલોરીનની ઈલેક્ટ્રોન રચના (2,8,7) છે...બાહ્યતમ કક્ષામાં 7 ઈલેક્ટ્રોન છે..અધાતુ હોવાથી 1 ઈલેક્ટ્રોન મેળવીને ઋણાયન બને છે....


18.આર્ગોન:--  આવર્તકોષ્ટકમાં 18 નંબરનું તત્વ છે...પરમાણુંભાર 36 છે... આર્ગોન નિષ્ક્રિય વાયુ છે...આર્ગોન પણ નિષ્ક્રિય વાયુ હોવાથી કોઈ પણ સંયોજન બનાવતું નથી...આર્ગોનની ઈલેક્ટ્રોન રચના (2,8,8) છે...આર્ગોન લેમ્પમાં ભરવામાં આવે છે..


19..પોટેશિયમ:-- આવર્તકોષ્ટકમાં 19  નંબરનું તત્વ છે...પરમાણુંભાર 38  છે..પોટેશિયમ આલ્કલી ધાતુ છે..પોટેશિયમની સંજ્ઞા K છે...પોટેશિયમની ઈલેક્ટ્રોન રચના (2,8,1) છે....પોટેશિયમ બાહ્ય કક્ષામાં 1 ઈલેક્ટ્રોન ધરાવે છે..પોટેશિયમ બાહ્ય કક્ષામાંથી 1 ઈલેક્ટ્રોન ગુમાવીને K+ બને છે..        

20...કેલ્શિયમ:-- આવર્તકોષ્ટકમાં 20 નંબરનું તત્વ છે...પરમાણુંભાર 16 છે…કેલ્શિયમની ઈલેક્ટ્રોન રચના (2,8,1) છે...કેલ્શિયમ બાહ્યતમ કક્ષામાંથી 2 ઈલેક્ટ્રોન ગુમાવીને ધનાયન  બનાવે છે.. આમ કેલ્શિયમ ધાતુ તત્વ છે...કેલ્શિયમના સંયોજનો : ૧...CaO ( કેલ્શિયમ ઓકસાઈડ )....2... CaCO3 ( કેલ્શિયમ કાર્બોનેટ)         

 





સોમવાર, 29 મે, 2023

                     મારો નવો લેખ .... બુદ્ધિશાળી... હજુ પણ અમારી વિચારવાની શક્તિ અદભૂત છે...                             

.......એક અમેરિકન જોડે વાત થઈ....કોણ બુદ્ધિશાળી અમેરીકન કે ભારતીય...મારે પણ માથું ઊંચું કરીને કહેવું પડ્યું...ભારતીય ...શું તમારી પાસે એડીસન અને આઈનસ્ટીન જેવા મહાન વૈજ્ઞાનિકો એટલે તમે બુદ્ધિશાળી ...ના ...કાશ આવા શક્તિશાળી મગજોએ તમારા દેશને બનાવ્યો ખરો .....તમારી શોધો અજોડ છે....પણ અમારા દેશમાં આ મહાન વિભૂતિઓનો જન્મ તો શું નામ પણ લોકો જાણતા નથી...છતા પણ અમને ગર્વ છે....કે એડીસને શોધેલો બલ્બ આજે પણ ખેતરમાં કયાં પ્રકાશિત થતો હોય....અમારા દેશના શક્તિશાળી મગજો તમારી તકનીકી કંપનીઓના CEO હોય...ઉદા...ગૂગલના CEO સુંદર                 પિચાઈ....માઈક્રોસોફ્ટના CEO સત્યા નાડેલા .....જ્યાં આલ્બર્ટ આઈનસ્તાઈને પેન્સિલ અને કાગળનો ઉપયોગ કરીને સમગ્ર બ્રહ્માંડના ગૂઢ  રહસ્યો ઉકેલી નાખ્યા ....તમે તો પેન પણ છોડી અને કાગળ ....અને આવ્યા સીધા  કી બોર્ડ  પર...તમારી વિચારવાની જે અદભૂત શક્તિ હતી ...તે તમે ગુમાવી ચુક્યા છો...જયારે અમે હજુ પણ પેન, પેન્સિલ અને કાગળનો ઉપયોગ કોમ્પ્યુટર કરતા પણ વધુ કરીએ છીએ ...તમારી મેથ્સ competition સ્પર્ધામાં પણ કોઈ ભારતીય વિધાર્થી જ અવ્વલ હોય છે...સાબિતી એ છે અમે હજુ વિચારવાનું ચાલુ રાખ્યું છે...અમારાય મહાન વૈજ્ઞાનિકો અને ગણિતશાસ્ત્રીઓ છે...ઉદા...શ્રીનિવાસ રામાનુજમ (અનંતનો અંતેવાસી) અને ડૉ. અબ્દુલ  કલામ .....કોઈ ભારતીય આટલા ફેમસ ગણિતશાસ્ત્રી હોય શકે....હ્યુમન કોમ્પ્યુટર શકુંતલા દેવી.....અમારી વિચારવાની શક્તિ જ અદભૂત છે.....કાશ એડીસન અને આલ્બર્ટ આઈનસ્તાઈન જેવા શક્તિશાળી મગજોના જીવનમાં અમે ડોકિયું તો કરી શકીએ છીએ.....હજુ પણ અમારી વિચારવાની શક્તિ અદભૂત છે...ગણિતશાસ્ત્રના પિતા આર્યભટ્ટ કે જેમણે શૂન્ય (૦) વિશ્વને આપ્યું...કેમ અમેરિકાએ આ શોધીને ન આપી શક્યું .......હજુ પણ અમારી વિચરવાની શક્તિ અદભૂત છે....જય હિન્દ...જય ભારત ..જય વિજ્ઞાન....(ક્રમશ:) ....સંખ્યાપદ્ધતિ આપનાર જ ભારત ...તો કોડિંગ આપનાર તમે.....૦(શૂન્ય) વગરની દુનિયા અશક્ય છે...તથા અમારી પાસે દુનિયાનું  સર્વશ્રેષ્ઠ બુદ્ધિધન છે....આર્યભટ્ટ નામના મહાન ગણિતજ્ઞએ “પાઈ(π)”નું મૂલ્ય આપ્યું...શું અમે દુનિયાને સર્વશ્રેષ્ઠ આપવાની કોશિશ  કરી નથી....ભારતમાં જન્મ લેનાર મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજમ આંકડાના અઠંગ અભ્યાસુ હતા.....નાગાર્જુને પારાને બાળીને રસી બનાવી હતી...અમે કોઈ પણ દેશ પાસે  તકનીકીની અપેક્ષા રાખી નથી...કે કોઈ દેશની તક્નીકિની  “COPY”   “ PASTE “ કરી નથી.....ભારત એક યુવાનોનો દેશ છે...હજુ અમારી વિચારવાની શક્તિ અદભૂત છે.....આર્યુવેદ આપનાર ચરક...વાઢકાપ કરવાની પદ્ધતિ અમારી.....તમે દુનિયાનો સૌથી મોઘો ફોન બનાવ્યો ખરો..પણ એનું  કોડીંગ ...સંખ્યામાં છે....આ જ સંખ્યાપદ્ધતિ આપનાર અમે...અમારી પાસે ૧૯૪૭ નુ   ભારત કે જે દેશ પાસે જવાબો કરતાં સવાલોની સંખ્યા વધુ હતી..એક સામે બીજા 10 સવાલો  ઉભા થાય....તમારી પાસે વિશ્વના બે મહાન વૈજ્ઞાનિકો એક સૈદ્ધાંતિક (આલ્બર્ટ આઈનસ્તાઈન) અને બીજા  પ્રેક્ટીકલી વૈજ્ઞાનિક ( થોમસ આલ્વા એડીસન).....અમારા વૈજ્ઞાનિકોએ પણ  રાત-દિવસ મહેનત કરીને દેશને નવી દીશા આપી...અમારું મંગળયાન તમારી એક હોલીવૂડની ફિલ્મના બજેટ કરતાં પણ ઓછા ખર્ચે બનેલું અને પ્રથમ પ્રયત્ને જ અવકાશમાં સફળ રીતે ઉતરાણ કરાયેલું...રશિયા,ચીન સહીત દેશોએ ૮ – ૮ વાર પ્ર્રયાસો કર્યા છતાં પણ તે દેશો નિષ્ફળ રહ્યા....શું અમે અમારિ વિચારવાની અદભૂત શક્તિ ગુમાવી દીધી છે...ના.... જય ભારત..જય વિજ્ઞાન... 


શનિવાર, 27 મે, 2023

 1.કડવો સ્વાદ જીભના કયા ભાગ પર હોય છે   –જીભનાપાછળનાભાગપર

2.TMV નું પૂરૂ નામ- ટોબેકોમોઝેઈકવાઈરસ

3.મનુષ્યના શરીરમાં ગેસ્ટ્રીકરસનો સ્ત્રાવ ક્યા થાય –જઠર

4.વનસ્પતિનું રસોડું- પર્ણ   વનસ્પતિનું પ્રજનનઅંગ –ફૂલ

5.વનસ્પતિ કઈ ક્રિયા દ્વારા ખોરાક બનાવે –પ્રકાશસંશ્લેષણ

6.નાશ:પ્રાય જાતિઓનો રેકોર્ડ રાખતું પુસ્તક -  રેડડેટાબુક (પ્રાણીઓ)

7.કોષના શોધક –રોબર્ટહૂક (૧૬૬૭)

8.ચંપલ જેવો આકાર ધરાવતું સજીવ –પેરામીશીયમ

9.અનિયમિત  આકાર ધરાવતું સજીવ -  અમીબા

10.સૌથી મોટો કોષ -  શાહમૃગનું ઈંડું (170mmx130mm)

11.AIDS નું પુરૂ નામ –એક્વાયર્ડઈમ્યુનોડિફીસીએન્સીસિન્ડ્રોમ

12.કપાસના  રૂના તાંતણા શાના બનેલા છે -  સેલ્યુલોઝ

13.સૌથી વધારે લોહતત્વનું પ્રમાણ શામાં છે –પાલકનીભાજી

14.“વનસ્પતિ સજીવ છે “ એવું કહેનાર -  જગદીશચંદ્રબોઝ

15.ઓક્સીજન ના શોધક – ડી.પ્રીસ્તલી

16.પીચ્યુટરી ગ્રંથી શરીરનાં કયા ભાગમાં આવેલી છે- માથામાં

17.મનુષ્યના મગજની ખોપરીમાં કુલ કેટલા હાડકાં છે- 12

18.તમાકુમાં કયું ઝેરી તત્વ છે- નિકોટીન

19.શરીરમાં ઇન્સ્યુલીનની ખામીથી કયો રોગ થાય –ડાયાબીટીસ

20.પાયોરિયા રોગ શાને લગતો છે- દાંતનો






 


 

શનિવાર, 13 મે, 2023

 


                                                           જનરલ થીયરી ઑફ રીલેટીવિટી   

ગુરુત્વાકર્ષણ બળનો નિયમ – વજન એટલે શું ? કોઈપણ પદાર્થ  પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એટલે વજન. અને દળ એટલે શું ? પદાર્થમાં રહેલા દ્રવ્યનો જથ્થો. માનો કે ગુરુત્વાકર્ષણ બળ નથી તો વજન નથી. “ જનરલ થીયરી ઑફ રીલેટીવિટી “ મા ગુરુત્વાકર્ષણ બળ વિશે ચર્ચા થઈ. સમય,પ્રકાશ વગેરે વિશે  “ સાપેક્ષવાદ” રજૂ થયો હતો. પણ એક વાતની કચાશ રહી ગઈ... અને તે બાબત હતી “ગુરુત્વાકર્ષણ બળ “ તે કચાશ “ જનરલ થીયરી ઑફ રીલેટીવિટી “ આલ્બર્ટ આઈનસ્ટાઈને 10 વર્ષ પછી પૂર્ણ કરી... આઈનસ્ટાઇને 1905મા જે સાપેક્ષવાદ દુનિયા સમક્ષ રજૂ કર્યો હતો...તે થીયરી 24 કેરેટના સોના સમાન હતી. છતા, આ  થીયરીમા ગુરુત્વાકર્ષણબળ કેંદ્રસ્થાને ન હતુ. પરંતુ પ્રકાશ કેંદ્રસ્થાને હતો.એટલે ગુરુત્વાકર્ષણ બળની અધૂરી કચાશ પૂરી કરવા 1915 મા આલ્બર્ટ આઈનસ્ટાઇને  “ ગુરુત્વાકર્ષણ બળ “ ને  કેંદ્રસ્થાને રાખી  “ જનરલ થીયરી ઑફ રીલેટીવિટી “ રજૂ કરી.  

           


વધુ  આવતી કાલે મનન કરજો...તમારા ફીડબેક આવકાર્ય 

                                                   ભાગ – 40     05/12/2020 


                                            જનરલ થીયરી ઑફ રીલેટીવિટી



ન્યૂટનને “ ગુરુત્વાકર્ષણ બળનો નિયમ “ આપ્યો.ગુરુત્વાકર્ષણબળ શુ છે ? એક પદાર્થ બીજા પદાર્થને જકડી રાખે છે. તે જ છે ગુરુત્વાકર્ષણ બળ.પણ સવાલ છે કે “ ગુરુત્વાકર્ષણ બળ છે ? “ અમેરિકાના વૈજ્ઞાનિકોએ ગુરુત્વાકર્ષણ બળના તરંગો શોધી કાઢ્યા છે. સાચું કોણ છે ? ન્યૂટન કે આઈનસ્ટાઈન ? આપણે તો પુસ્તકોમાં માત્ર “           ગુરુત્વાકર્ષણ બળનો નિયમ  “ જ શીખ્યા છીએ. ઉદા. સૂર્યના ગુરુત્વાકર્ષણ બળથી  જ પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે. જ્યારે પૃથ્વીનાં ગુરુત્વાકર્ષણ બળથી ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ કહેવાય. શું કદાચ પૃથ્વી અદ્રશ્ય થઇ જાય તો ? ઘણા સવાલો છે. “ મોટા સવાલોના જવાબ નાના હોય છે, એટલે વિજ્ઞાન. અને મોટા દાખલાઓના જવાબ -1 ની +1 ની વચ્ચે આવે તેનું નામ ગણિત. “ ન્યૂટનને સફરજનના ઝાડ નીચે બેસીને  જ્યારે “ ગુરુત્વાકર્ષણ બળ “ નો  વિચાર આવ્યો. ન્યૂટનને સ્વપ્નેય ખબર નહી હોય કે 200 વર્ષ પછી મારા આ નિયમનો તોડ લાવનારું પ્રતિભાશાળી મગજ આલ્બર્ટ આઈનસ્ટાઈન નામે જન્મ લેશે. ન્યૂટને  “ ગુરુત્વાકર્ષણ બળનો નિયમ “ આપ્યો ખરો પણ પોતે બરાબર સમજી ન શક્યા અને સમજાવી ન શક્યા.              


વધુ  આવતી કાલે મનન કરજો...તમારા ફીડબેક આવકાર્ય છે..

            


                                      ભાગ – 39   4/12/2020 


                                જનરલ થીયરી ઑફ રીલેટીવિટી

આઈનસ્ટાઈન vs  ન્યૂટન , હવે ખરી મજા.... ઘણા સમય પછી ફરીથી “ જનરલ થીયરી ઑફ રીલેટીવિટી” લખવાનો સમય મળ્યો. બદલ પ્રભુ ઈસુનો આભાર.  આઈંસ્ટાઈનની થીયરી “ સાપેક્ષવાદ” હતી બરાબર 10 વર્ષ પછી  આઈનસ્ટાઇને “ જનરલ થીયરી ઑફ રીલેટીવિટી “ લોંચ કરી. આઈનસ્ટાઇન..આઈનસ્ટાઇન..આઈનસ્ટાઇન... કહેવાય છે કે દુનિયાની સૌથી બુધ્ધીશાળી પ્રજા યહુદી કહેવાય. આઈનસ્ટાઇન આ કોમના સૌથી પ્રતિભાશાળી વૈજ્ઞાનિક કહિવાયા.સાપેક્ષવાદ વાંચવાની, વૈજ્ઞાનિક વિડિઓ જોવાની, અને લખવાનો આનંદ લીધો. હવે “ જનરલ થીયરી ઑફ રીલેટીવિટી “ સમજવાનો આનંદ લઈએ.ન્યૂટનના ગુરુત્વાકર્ષણ બળના નિયમના  છકકા છોડાવનાર આઈનસ્ટાઇનની આ થીયરી ગાજી પણ હતી અને વિરોધ પણ થયો હતો. આઈનસ્ટાઈનને આ થીયરી લખવામા 10 વર્ષ લાગ્યા હતા. એક સૈધ્ધાંતિક વૈજ્ઞાનિક આઈંસ્ટાઇનનુ જીવન પણ થીયરી જેટલુ જ રસપ્રદ છે.. આ થીયરી પ્રસ્તુત કરતા આનંદ પણ થાય છે. મહાન વૈજ્ઞાનિકો આલ્બર્ટ આઈનસ્ટાઇન અને થોમસ આલ્વા એડીસનને ફરી યાદ કરતા શત શત નમન....                  


વધુ  આવતી કાલે મનન કરજો...તમારા ફીડબેક આવકાર્ય છે..


                                                           ભાગ – 38    22/11/2020 

                                                          ફોટોઈલેક્ટ્રીક અસર


હવે આપણે સૌ જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન ઋણ વિજભાર ધરાવે છે જ્યારે પ્રોટોન ઋણ વિજભાર ધરાવે છે. ફોસ્ફરસનો ઉપલો થર  ધન વિજભાર ધરાવે છે. માટે ધનવિજભાર અને ઋણ વિજભાર વચ્ચે આકર્ષણ થાય છે. માટે  લાખો ઇલેક્ટ્રોન  N-ટાઈપ સિલિકોનમા ગતિ પામે છે અને ઈલેક્ટ્રોનનો પ્રવાહ એટલે જ  વિજપ્રવાહ. હવે નેગેટિવ સિલિકોનમા ઈલેક્ટ્રોનનો થર ભરાઈ ગયો હોવાથી બીજા ઈલેક્ટ્રોન માટે જગ્યા કરવાની છે. અને આ માટે સિલિકોનના સ્તર પર તારને જોડી દો એટલે બધા જ ઈલેક્ટ્રોન તાર દ્વારા વહી જાય છે. અને આ વહી જતા ઈલેક્ટ્રોન એટલે જ વિજપ્રવાહ. આ રિતે સોલરસેલમાથી વિજપ્રવાહ પેદા થાય છે. આ વિજપ્રવાહનો ઉપયોગ બલ્બ,પંખા,કેલ્ક્યુલેટર ચલાવવા માટે થાય છે. હવે સોલરસેલનો ઉપયોગ ઘણો જ વધ્યો છે. સોલારસેલનો ઉપયોગ સૌ પ્રથમ ઉપગ્રહોમા વિજપ્રવાહ મેળવવા માટે થયો હતો. હાઈડ્રોજન ઉર્જા થોડી દૂરની વાત છે પણ સોલરઉર્જા ઉર્જાનો વિકલ્પ બની ગયો છે. સૂર્યપ્રકાશનુ વિજપ્રવાહમા

 રૂપાંતર કરતો સોલરસેલ બાળકો માટે એક જાદુઇ રમત બની ગઈ છે. અટપટી થીયરી  ફોટોઈલેક્ટ્રીક અસર  અહી અંત આવે છે. હવે આપણે “ સાપેક્ષવાદ” થીયરીના  10 વર્ષ પછી આઈનસ્ટાઈને લખેલી “ જનરલ થીયરી ઑફ રીલેટીવિટી “ લોંચ કરીશુ.   વધુ  આવતી કાલે મનન કરજો...તમારા ફીડબેક આવકાર્ય છે..

            


                                      ભાગ – 37     11/11/2020 


ફોટોઈલેક્ટ્રીક અસર 


અહી થઈ સોલરસેલની રચનાની વાત....... ઉપરનો ભાગ ધનવીજભારીત છે જ્યારે નીચેનો ભાગ ઋણભારીત છે. પરીણામે હવે સોલરસેલ વિદ્યુત પેદા કરવા માટે સક્ષમ છે. સોલારસેલની થીયરી પૂર્ણ કરતા આટલો સમય એટલા માટે લાગ્યો કારણ કે આ થીયરી ઘણી જ અટપટી છે. પ્રકાશ તે ફોટોન કણોનો બનેલો છે.“ સોલારસેલને સૂર્યપ્રકાશમાં લઇ જવામાં આવે તો તરત જ વિદ્યુત પેદા થવાનું શરૂ થઇ જાય છે. ” આ સાદું વાકય આપણે સૌ જાણીએ છીએ. પરંતુ આ પાછળ વિજ્ઞાન રહેલું છે. આમ તો દરેક પ્રક્રિયા થાય છે એની પાછળ વિજ્ઞાનનો  સિધ્ધાંત રહેલો છે. સૂર્યપ્રકાશનો વેગ 3,૦૦,૦૦૦ કિલોમીટર/સેકન્ડ છે. આટલી ઝડપે સૂર્યપ્રકાશ સોલારસેલ પર પડે છે ત્યારે થતી અસર એજ ફોટોઇલેક્ટ્રિક અસર. ફોસ્ફરસનો ઉપલો સ્તર પાતળો હોય છે. પરિણામે પ્રકાશની વધુ અસર P – ટાઈપ સિલિકોનમાં વધુ થાય છે. જેવો ફોટોન p – ટાઈપ પર હૂમલો કરે છે પરિણામે લાખો ઈલેક્ટ્રોનને મૂળ સ્થાનેથી ખસેડી દે છે.પરિણામે ત્યાં હવે ફરી પાછો “ હૉલ “  રચાય છે. આ પોતાનુ સ્થાન છોડી દીધેલા ઇલેક્ટ્રોન બોરોનના સ્તરમાથી સિલિકોનની સપાટી પર ભટકવા લાગે છે.


વધુ  આવતી કાલે મનન કરજો...તમારા ફીડબેક આવકાર્ય છે..

            



                                   


 ભાગ – 36    9/11/2020 


ફોટોઈલેક્ટ્રીક અસર 


આવા અબજો ઈલેક્ટ્રોનને સમાવવા હોય તો બોરોન સમાવી શકે છે. બોરોન કહે છે“ WELCOME FREE ELECTRONS”

સેલના નીચલા થરમા બોરોનનો છંટકાવ કરવામા આવ્યો છે. ત્યા બોરોનમા બાહ્ય કક્ષામા 3 e  છે . પરીણામે અહી ચોથા ઈલેક્ટ્રોનનુ સ્થાન ભરાયુ નથી. પરિણામે અહી “ હૉલ” પેદા થાય છે.  બોરોનના હિસ્સામા ઈલેક્ટ્રોનની ખોટ છે. માટે આ હિસ્સો આપોઆપ પોઝીટીવ યાને P-ટાઈપ થઈ જાય છે. હવે N-ટાઈપમા ઈલેક્ટ્રોન વધી ગયા છે. ઉદા. થર્મોડાયનેમિક્સના નિયમ પ્રમાણે વધુ ગરમ પાણી અને ઠંડુ પાણી બન્ને મિક્સ કરવામા આવે તો ગરમ પાણી અને ઠંડુ પાણી મિક્સ થઈને હૂંફાડુ પાણી બને છે. N-ટાઈપ વધારાના ઈલેક્ટ્રોન નીચેના  -ટાઈપ હિસ્સા તરફ પ્રયાણ કરેછે  તે જ સમયે બોરોનના “ હૉલ્સ ” ઉપર તરફ સરકવા માંડે છે. પરીણામે ફોસ્ફરસ તેના ઈલેક્ટ્રોન ગુમાવીને  હૉલ્સ મેળવે એટલે ત્યા ધન વીજભાર પેદા થાય છે. બોરોન તેના હૉલ્સ ગુમાવીને ઈલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે. પરીણામે ત્યા ઋણવીજભાર પેદા થાય છે.  આમેય આપણે  જાણીએ છીએ કે ધાતુઓ ઈલેક્ટ્રોન ગુમાવીને ધનવીજભાર મેળવે છે. અને અધાતુઓ ઈલેક્ટ્રોન મેળવીને ઋણવીજભાર મેળવે છે.  ધાતુઓ જ હન્મેશા વિદ્યુતનું વહન કરે છે કારના કે ધાતુઓમાં મુક્ત ઈલેક્ટ્રોન હોય છે. 



વધુ  આવતી કાલે મનન કરજો...તમારા ફીડબેક આવકાર્ય છે..

            


                             ભાગ – 35     06/11/2020 


ફોટોઈલેક્ટ્રીક અસર 


બોરોન પાસે પાંચમા ઈલેક્ટ્રોન માટે જગ્યા છે. અને આવા પાંચમા નંબરના ઈલેક્ટ્રોન અબજોની સંખ્યામા છે. આ માટે બોરોન ધાતુ પસંદ કરવામા આવી છે. બોરોન પાસે  5 મા નંબરના ઈલેક્ટ્રોનને સમાવવા માટે  જગ્યા છે. આ રમત બોરોન અને ફોસ્ફરસ વચ્ચેની છે. આ રમત માટે જ બોરોન અને ફોસ્ફરસની પસંદગી કરવામા આવી છે. બોરોનની e  રચના (2,3) હોવાથી સિલિકોનના ચાર e  સાથે બંધ બેસે છે. અને એક ઈલેક્ટ્રોન માટે જગ્યા ખાલી છે. તેવી જ રીતે ફોસ્ફરસની સાથે સિલિકોનના 4 ઈલેક્ટ્રોન બંધ બેસે છે. જ્યારે ફોસ્ફરસના પાંચમા ઈલેક્ટ્રોનને બેસાડવો તો ક્યા બેસાડવો ? તે એક મોટો સવાલ છે. અને બોરોન આ પાંચમા ઈલેક્ટ્રોન માટે જગ્યા કરી આપે છે. આ કારણથી જ બોરોન અને ફોસ્ફરસને સોલરસેલ બનાવવા માટે પસંદ કરવામા આવ્યા છે. સોલરસેલના ઉપલા થરમા જ્યા ફોસ્ફરસનો છંટકાવ કરવામા આવ્યો છે ત્યા અબજો ઈલેક્ટ્રોન ફાજલ પડે છે. તથા આ ફાજલ પડેલા ઈલેક્ટ્રોન કોઈક “ હૉલ”મા ફીટ થવા માટે આમ-તેમ રખડ્યા કરે છે. હવે આપણે જાણીએ છીએ કે ઈલેક્ટ્રોન ઋણ  વીજભાર ધરાવે છે. પરીણામે ઉપરનો થર નેગેટીવ ( ઋણવીજભારીત) થઈ જાય છે .જેને N – ટાઈપ સિલિકોન કહેવાય છે, 


 વધુ  આવતી કાલે મનન કરજો...તમારા ફીડબેક આવકાર્ય છે..


 ભાગ – 34     4/11/2020 


                                                                          ફોટોઈલેક્ટ્રીક અસર 


સૂર્યપ્રકાશને વીજળીમા ફેરવી નાખે તેવુ આ સોલરસેલ કયો જાદુ કરે છે ? તે સમજવા જેવુ છે. આ વીજળી પેદા કરનાર સિલિકોન પર સૂક્ષ્મ છંટકાવ પામતી અશુધ્ધી છે. સોલારસેલ બનાવતી કંપનીઓ મુખ્યત્વે ફોસ્ફરસ અને બોરોનની અશુધ્ધીનો છંટકાવ કરે છે. જેને “ ડૉપીંગ “ કહે છે. આ ટેકનોલોજી સમજવા જેવી છે. ફોસ્ફરસ અને બોરોન આ બન્ને પદાર્થો અથવા તત્વને આડેધડ પસંદ કર્યા નથી. પરંતુ ચોક્ક્સ તેની e રચનાને આધારે પસંદ કરવામા આવ્યા છે. ફૉસ્ફરસનો પરમાણુક્રમાંક 15 છે. માટે તેની e રચના (2,8,5) છે. જ્યારે બોરોનનો પરમાણુક્રમાંક 5 છે. માટે તેની e રચના (2,3) છે.ફોસ્ફરસની બાહ્યકક્ષામા 5 મૂક્ત ઈલેક્ટ્રોન છે. જ્યારે બોરોનની બાહ્યકક્ષામા 3 ઈલેક્ટ્રોન છે. જે મૂક્ત છે. અને સિલિકોનનો પરમાઅણુક્રમાંક 14 છે. તેની e  રચના (2,8,4) છે. માટે સિલિકોન પાસે 5મા નંબરના ઈલેક્ટ્રોન માટે જગ્યા નથી. બિલિયર્ડ જેવી આ રમતમા સિલિકોન તટસ્થ છે. તે રમતમા ભાગ લેતા નથી. આ રમત ફોસ્ફરસ અને બોરોન વચ્ચે રમાય છે. કારણ કે સિલિકોન પાસે પરમાણુને સમાવવા માટે જગ્યા નથી. જ્યારે બોરોન પાસે ફોસ્ફરસના પાંચમા ઈલેક્ટ્રોન માટે જગ્યા છે.


                 વધુ  આવતી કાલે મનન કરજો...તમારા ફીડબેક આવકાર્ય છે..


            


                                ભાગ – 33     02/11/2020   


                                      ફોટોઈલેક્ટ્રીક અસર

        

  ઈઝરાયેલ દેશ  મોટે ભાગે સૌરઉર્જાનો ઉપયોગ કરે છે.  અને સોલરસેલથી સંચાલીત કાર,વૉટરપ્યુરીફાયર જેવા સાધનો પણ સોલરસેલથી ચલાવે છે. જેમ-જેમ નવા સંશોધનો થતા ગયા. તેમ-તેમ આજે સોલારસેલથી વિજઉત્પાદન વધ્યુ છે. અને હવે તો ભારત દેશ પણ સોલરસેલ વપરાશનુ કેંદ્ર બની ગયો છે. ઈઝરાયેલ પાસે ખનિજતેલના ભંડારો ઓછા છે. માટે તે દેશે સોલરસેલનો ઉપયોગ વધાર્યો છે. પેટ્રોલિયમ ભવિષ્યનો સ્ત્રોત નથી.હાઈડ્રોજન ભવિષ્યનો સ્ત્રોત છે. તો સૂર્યપ્રકાશ તે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. હવે તો સોલરવિમાન પણ બનવા  લાગ્યા છે.બે સીટ વાળા સોલર ઈમ્પલ્સ – 2  એક સફળ સોલર વિમાન છે. અને સોલરસેલનો ઉપયોગ  વધારવા માટે સરકાર દ્વારા સબસીડી પણ જાહેર કરવામા આવે છે. તથા ગુજરાતમા પાટણના ચારણકા ગામે સોલરપ્લાંટ સ્થાપિત છે.ઑસ્ટ્રેલિયામા દર વર્ષે સોલારઉર્જાનો ઉપયોગ વધારવા હેતુથી સોલરકારની સ્પર્ધા  યોજાય છે. આમ સોલરસેલનો ઉપયોગ વધતો જાય છે. સામાન્ય માનવીને પણ જાગ્રુત કરવા માટે પ્રયાસો વધતા જાય છે. આમેય  સિલિકોન ઑક્સિજન પછી સૌથી વધુ પ્રમાણમા મળી આવતુ તત્વ છે. આલ્બર્ટ આઈનસ્ટાઈને  ફોટોઈલેક્ટ્રીક અસર આપી. અને તેનો જ આધાર લઈ સિલિકોન દ્વારા સૂર્યપ્રકાશનુ વિધ્યુતઉર્જામા રૂપાંતર થાય છે. આમ હાઈડ્રોજન અને સૂર્યપ્રકાશ તે ઉર્જાનો ભવિષ્યનો સ્રોત છે.

           વધુ  આવતી કાલે મનન કરજો...તમારા ફીડબેક આવકાર્ય છે

 ભાગ –  32   DATE:8/10/2020


ફોટોઈલેક્ટ્રીક અસર


હવે, સિલિકોન 50% ઈંસ્યુલેટર ( અવાહક ) અને 50% કંડક્ટર ( અર્ધવાહક ) બની શકે છે. તો સવાલ એમ થાય કે સુપર કંડક્ટર કેમ નહી ? કારણ કે આપણને ખબર છે કે સિલ્વર ( ચાંદી ) એક સુપર કંડક્ટર છે. કેમ કે તેનો અવરોધ 1.6 x 10-8  છે. અવરોધ સૂક્ષ્મ છે તેથી  તે વિજપ્રવાહનુ સરળતાથી વહન કરી શકે છે. અને સિલ્વરના પરમાણુકેંદ્રની આસપાસ ભ્રમણ કરતા બાહ્ય કક્ષાના ઈલેક્ટ્રોન ગુમાવી શકે છે. માટે તે ધાતુ પણ છે અને સુવાહક પણ છે. જ્યારે આધુનિક આવર્ત કોષ્ટક્મા 14મા નબરના તત્વ   સિલિકોનને આ વ્યવસ્થા સાથે તો વિરોધાભાસ છે.માટે તે સુવાહક તો બની શકે જ નહી પણ હા અર્ધવાહક બની શકે છે. અને સિલિકોનના આ ગુણધર્મોનો ઉપયોગ કરી 1954 મા બેલ ટેલીફોન લેબોરેટરીના વૈજ્ઞાનિકોએ પ્રથમ સોલારસેલ બનાવ્યો હતો. જે પદાર્થ સુવાહક તો ના બની શક્યો પણ પોતે જ સૂર્યના પ્રકાશને વિજપ્રવાહમા ફેરવતો સેમીકંડક્ટર બની ગયો. વિજ્ઞાનના કોઈ સીમાડા નથી મિત્રો. “ NO LIMIT OF SCIENCE. THE SEA OF SCIENCE IS VERYY DEAP “  જો તમે વાંચશો તો જાણશો કે વિજ્ઞાનમા ઘણી શોધો તો અટેસટે જ થઈ છે. કોઈ નિશ્ચિત વસ્તુ કે પદાર્થની શોધ માટે પ્રયોગો અઢડક થયા હોય અને શોધાય  જાય અણધારી વસ્તુ કે અણધાર્યો પદાર્થ. વિજ્ઞાનને કોઈ સરહદ નથી. તે વિકસતુ રહેશે અને વિકસિત રહેશે જ ..........જય વિજ્ઞાન .. જય વિજ્ઞાન ..જય વિજ્ઞાન  

વધુ  આવતી કાલે મનન કરજો...તમારા ફીડબેક આવકાર્ય છે..                        

                       





  ભાગ – 31   DATE: 6/10/2020


ફોટોઈલેક્ટ્રીક અસર


સિલિકોનની સંજ્ઞા Si  છે. તેનો પરમાણુક્રમાંક 14 છે. તેની ઈલેક્ટ્રોન રચના (2,8,4) છે. તથા પરમાણુભાર = 14 પ્રોટોન + 14 ન્યૂટ્રોન = 28 છે સામાન્ય રીતે સિલિકોનની બાહ્ય કક્ષામા 4 ઈલેક્ટ્રોન છે. પ્રથમ કક્ષામા 2 ઈલેક્ટ્રોન છે. બીજી કક્ષામા 8 ઈલેક્ટ્રોન છે.ત્રીજી કક્ષામા 4 ઈલેક્ટ્રોન છે.આઈનસ્ટાઇનના મત અનુસાર ઈલેક્ટ્રોંસ અણુથી અણુ ખસે એટલે વિજપ્રવાહ પેદા થાય. કારણ કે વિધ્યુતભારનો જથ્થો = ઈલેક્ટ્રોનનો પ્રવાહ. 1 વિધુતભાર = 6 x 1018 ઈલેક્ટ્રોન. અને વિજપ્રવાહ એટલે ઈલેક્ટ્રોનનો પ્રવાહ.સિલિકોનની બાહ્ય ભ્રમણ કક્ષામા 4 ઈલેક્ટ્રોન છે. સિલિકોનના પરમાણુકેંદ્રની આસપાસ ભ્રમણ કક્ષામા ભ્રમણ  કરતા ઈલેક્ટ્રોન મૂક્ત નથી. આ ઈલેક્ટ્રોન સિલિકોનના  અણુઓને  બાંધી રાખે છે. પરીણામે સિલિકોન પદાર્થ ફરજિયાત ઈનસ્યુલેટર ( અવાહક ) બની ગયો. એટલે કે સિલિકોન અવાહક બની ગયો.જોંસ બર્ઝેલિયસ નામના વૈજ્ઞાનિકે  પ્રથમ વખત રેતીમાથી સિલિકોન જુદુ પાડ્યુ હતુ. આ સિલિકોન એકદમ શુધ્ધ હતુ.આ શુધ્ધ સિલિકોન ઈંસ્યુલેટર હતુ પણ કંડક્ટર ન હતુ. એટલે કે વીજવાહક ના હતુ.ત્યારબાદ વીસમી સદીની શરૂઆતમા કરાયેલ પ્રયોગોના આધારે કહી શકાય કે, જો સિલિકોનમા થોડી પણ અશુધ્ધી ઉમેરવામા આવે તો તે કંડક્ટર (વીજવાહક) બની શકે છે.એટલે કે શુધ્ધ સિલિકોનને થોડુક પણ અશુધ્ધ બ્નાવાઅય તો તે વીજપ્રવાહનુ વહન કરી શકે છે. આમ સિલિકોન સુપર કંડક્ટર (સુવાહક) તો નહી પણ સેમીકંડક્ટર ( અર્ધવાહક ) તો બની શકે છે.

વધુ  આવતી કાલે મનન કરજો...તમારા ફીડબેક આવકાર્ય છે..                        

 

                      


 ભાગ – 30   DATE:4/10/2020


ફોટોઈલેક્ટ્રીક અસર


આલ્બર્ટ આઈનસ્ટાઇને આ સંશોધન પત્ર રજૂ કર્યુ ત્યારે તંત્રી પદે મેક્સ પ્લાંક  હતા આ એજ મેક્સ પ્લાંક છે કે જે ક્વૉન્ટમ મિકેનિક્સના પ્રણેતા છે. અને મેક્સ પ્લાંક પણ “ પ્રકાશ તરંગ સ્વરૂપે હોય છે “ તે વાત સાથે સહમત હતા. લાલ કરતા ભૂરા પ્રકાશમા ઉર્જા વધુ હોય છે. માટે ધાતુ પર પ્રકાશ આપાત થાય  એટલે વધુ ઈલેક્ટ્રોન મૂક્ત થાય. આજ અસર “ ફોટોઈલેક્ટ્રીક”. “પ્રકાશ એટલે “ફોટો”  આ નામ 1926મા ગિલ્બર્ટ લેવિસે આપ્યુ. ફોટોઈલેક્ટ્રીક અસરને દર્શાવતુ હાલ્ના યુગનુ જોરદાર સાધના હોય તો “ સોલરસેલ”. જેનુ નામ “ ફોટોવોલ્ટીઈક સેલ “ છે. પ્રકાશ અર્થાત ફોટોન સોલરસેલ ઉપર પડે છે અને તેમા વિધ્યુતઉર્જા  પેદા થાય છે. આમ તો શિક્ષક દ્વારા વિધ્યાર્થીઓને પૂછી-પૂછીને ચવાઈ ગયેલો સવાલ  “ સોલરસેલમા કઈ ધાતુ વપરાય છે ? “ તો જવાબ છે. “ સિલિકોન ધાતુ “ સિલિકોન અને જર્મેનિયમ અર્ધવાહક છે. આપણે જાણીએ છીએ કે સિલિકોન અને જર્મેનિયમ સેમિકંડક્ટર છે. આજ ધાતુનો ઉપયોગ સોલરસેલમા કેમ થાય છી ? કેમ બીજી  કોઈ ધાતુનો ઉપયોગ થતો નથી ? આનુ વિજ્ઞાન  સમજવુ  અગત્યનુ છે. સિલિકોન ધાતુ સામાન્ય રીતે સિલિકામાથી મેળવવામા આવે  છે, રેતીનુ   રાસાયણિક સૂત્ર   SiO2    ( સિલિકોન ડાયૉક્સાઈડ) છે.  અને સિલિકા  એટલે રેતી. રેતીમાથીજ સિલિકા જેવી ભવ્ય ધાતુ મેળવાય છે. 

વધુ  આવતી કાલે મનન કરજો...તમારા ફીડબેક આવકાર્ય છે..                        


 ભાગ – 29   DATE: 3/10/2020


ફોટોઈલેક્ટ્રીક અસર


 સ્વિટઝરલેંડની ઓફીસમા ક્લાર્ક તરીકે ફરજ બજાવતા 26 વર્ષના આઈનસ્ટાઈંને 1905મા ચાર અભ્યાસપત્રો લખ્યા. ત્રીજા સંશોધન પત્રમા પ્રકાશના કાણોના માર વડે સર્જાતી ફોટોઈલેક્ટ્રીક અસરનો સિંધ્ધાંત આપ્યો. અને ચોથુ પેપર દુનિયાના વિશાળ સૂત્ર ઉર્જા = દ્રવ્યમાન x  પ્રકાશનો વેગનો વર્ગ અંગેનુ હતુ. ફોટોઈલેક્ટ્રીક અસરનો સિધ્ધાંત આઈનસ્તાઈનને ક્રાંતિકારી જણાયો હતો . આ સિદ્ધાંતને 1921 માં ભૌતિક વિજ્ઞાનનું નોબેલ પારિતોષિક મળવાનું હતું. ફોટોઈલેક્ટ્રીક ઈફેક્ટ સ્વયંસંચાલિત ઉપગ્રહો,ડીજીટલ કેમેરા, સોલાર કેલ્ક્યુલેટર અને સોલાર પાવર સીસ્ટમ દરેક જગ્યાએ ઉપયોગી છે.

આઈનસ્ટૈનએ કહ્યું કે “ સૂર્યમાંથી આવતો પ્રકાશ ઉર્જાના પેકેટો છે “ શરૂઆતમાં વૈજ્ઞાનિકો પ્રકાશને મોજા સ્વરૂપે 

જ માનતા હતા. પરંતુ આઈનસ્ટાઇને કહ્યું કે “ પ્રકાશ એ કણો સ્વરૂપે હોય છે. અને ચારે તરફ ફેલાય છે. ધારો કે બલ્બમાથી આવતો પ્રકાશ તે  મોજા છે ? નાં તે કણોનું સ્વરૂપ છે.  પ્રકાશ તે  તરંગ સ્વરૂપે હોય અને કણ સ્વરૂપે હોય. આલ્બર્ટ આઈનસ્ટાઈને ૩૦૦ જેટલા સૈધાંતિક સંશોધન પત્રો લખ્યા છે. અને માત્ર પેન્સિલ અને  કાગળનો ઉપયોગ કરી  થીયરી પર થીયરી  રજૂ કરીને  પોતાની મહાનતા સાબિત કરી છે. મહાન વૈજ્ઞાનિક પોતાની શોધોને કારણે લોક જગતનાં હદય પર રાજ કરે છે.

વધુ  આવતી કાલે મનન કરજો...તમારા ફીડબેક આવકાર્ય છે..                        


                       


  ભાગ – 28   DATE: 24/9/2020 


        ફોટોઈલેક્ટ્રીક અસર – આ શોધ માટે “ મહાન  વૈજ્ઞાનિક  આઈનસ્ટાઇન “ ને નોબેલ પારિતોષિક    મળ્યો હતો. .....  ફોટોઈલેક્ટ્રીક અસર સમજવા માટે નીચેની બાબતો  સમજવા જેવી છે


સિલિકોનનો પરમાણુક્રમાંક 14 છે. તેની ઈલેક્ટ્રોન રચના (2,8,4) છે.તેની બાહ્યતમ કક્ષામા 4 ઈલેક્ટ્રોન છે. સિલિકોન ધાતુ  છે.તેની સંજ્ઞા Si  છે.

બોરોનનો પરમાણુક્રમાંક 5 છે. તેની ઈલેક્ટ્રોન રચના ( 2,3) છે. તેની બાહ્યતમ કક્ષામા 3 ઈલેક્ટ્રોન છે. બોરોન પણ ધાતુ છે. માટે તે 3 ઈલેક્ટ્રોન ગુમાવી  ધનવીજભાર મેળવે છે. તેની સંજ્ઞા B છે. 

ફોસ્ફરસનો પરમાણુક્રમાંક 15 છે. તેની ઈલેક્ટ્રોન રચના (2,8,5) છે. તેની બાહ્યતમ કક્ષામા 5 ઈલેક્ટ્રોન છે. ફોસ્ફરસ અધાતુ છે. તેની સંજ્ઞા P  છે. 

સર આઈઝેક ન્યૂટને કયુ હતુ કે “ પ્રકાશ સાત રંગોનો બનેલો છે "  

આલ્બર્ટ આઈનસ્ટાઇને કહ્યુ હતુ “ સૂર્યમાથી આવતો પ્રકાશ તે “ ઉર્જાના પેકેટ “ છે.         

         ભૂરા રંગના તારાનું તાપમાન વધુ હોય છે, તેમાં ઉર્જા વધુ હોય છે. લાલ રંગના તારાનું તાપમાન ઓછું હોય છે.      તેમાં ઉર્જા ઓછી  હોય છે.  લિક્વીફાઈડ પેટ્રોલિયમ ગેસનુ દહન થાય છે ત્યારે તે હન્મેશા ભૂરા રંગની જ્યોત પેદા થાય છે.એટલે સંપૂર્ણ દહન થાય છે.  જ્યારે કોઈ વસ્તુ કે પદાર્થનુ અપૂર્ણ દહન થાય ત્યારે  પીળા રંગની જ્યોત  પેદા થાય છે.        

        આ બધી ઘટનાઓ સૌ પ્રથમ સમજવી જરૂરી છે. 

                  વધુ  આવતી કાલે મનન કરજો...તમારા ફીડબેક આવકાર્ય છે..                        



 ભાગ – 27   DATE:22/9/20


E =mC2 


                                         ત્યારબાદ, આપણે સૌને ખબર છે કે અમેરિકાએ આ જ સૂત્રની મદદથી રાષ્ટ્રપતિ ફ્રેSSન્કલીન રૂઝવેલ્ટનાં શાસનકાળ દરમ્યાન અમેરિકન વૈજ્ઞાનિક જે.ઓપનહેઈમરની દેખરેખ હેઠળ પ્રથમ એટમબોંબ બનાવાનું શરુ કર્યું. આજ ગાળામાં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું હતું. જાપાને બીજા વિશ્વયુદ્ધમાં તટસ્થ રહેલા અમેરિકાના પર્લહાર્બર બંદર પર હૂમલો કર્યો. વળતા, અમેરિકાના નવા પ્રમુખ હેરી ટ્રૂમનાં શાસનકાળમાં  “ લિટલબોય “ તરીકે ઓળખાતા યુરેનિયમ બોંબને અમેરિકાના બી-29 વિમાને હિરોશિમાના આકાશમાં પેરેશૂટ વડે 6 – 8 – 1945નાં રોજ મુક્ત કર્યો.અને આશરે 5000 ડિગ્રી C નાં તાપમાને થયેલા ધડાકાએ હિરોશિમા શહેરને ખેદાન –મેદાન કરી દીધું. આગળનાં ત્રણ દિવસ પછી 9-8-1945નાં રોજ નાગાસાકીનાં આકાશમાં “ ફેટમેન “ નામનો પ્લુટોનિયમ – 229 અણુબોંબ ઝીંક્યો. બંને શહેરોના કુલ 8૦૦૦૦ કરતા વધુ લોકો માર્યા ગયા. 

આ “ ઉર્જા = દ્રવ્યમાન X  પ્રકાશના વેગનો વર્ગ “ સૂત્રની સૌથી મોટી સાબિતી હતી. આ પૂરાવો માનવજત માટે એક કાયમી અસહ્ય પૂરાવો જ રહ્યો.  આજે પણ હિરોશીમા અને નાગાસાકીની પરિસ્થીતી એવી  છે કે ત્યા ખોડખાંપણ વાળા બાળકો જન્મ લે છે તેનો દર વધુ છે.  અણુબોંબની વિઘાતક અસરો હજુ સુધી વર્તાય છે. યુ.એન.નેશંસે “ પરમાણુસંધી”

લાવવાની જરૂરિયાત ઉભી થઈ. આઈનસ્ટાઈનને છેક મૃત્યુ  સુધી આ ઘાતક ઘટનાનુ મનદુખ રહ્યુ. અને આ માટે પોતાની જાત્ને જવાબદાર ગણાવ્યા.  કારણ કે, ઉર્જા = દ્રવ્યમાન x  પ્રકાશવેગ વર્ગ એનેરીકો ફર્મી , ઓટોહોન , લીઝ માઈટનર , જે. ઓપનહેમર વગેરે વૈજ્ઞાનીકોના મગજમાં “ અણુબોંબ “ ના બીજ વાવ્યા હતા. 

                 વધુ  આવતી કાલે મનન કરજો...તમારા ફીડબેક આવકાર્ય છે..                        



                                                         



  ભાગ – 26   DATE: 19/9/2020 


E =mC2 


નિલ્સ બોહરનુ પરમાણૂ મોડેલ : નીલ્સ બોહરનાં પરમાણૂમોડેલની વિશેષતાઓ 


પરમાણુકેન્દ્રની આસપાસ ભ્રમણ કરતા ઈલેક્ટ્રોન કોઈ ચોક્કસ કક્ષાઓમાં જ ભ્રમણ કરે છે. 

ઈલેક્ટ્રોન ધરા અવસ્થામાં હોય ત્યાં સુધી કોઈ ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. પરમાણુને બહારથી ઉર્જા આપવામાં આવે તો ઈલેક્ટ્રોન ધરા અવસ્થા કરતા ઊંચી ઉર્જા ધરાવતી કક્ષામાં કૂદકો મારીને સ્થાનાંતર કરે છે.           

  લીઝ માઈટનર નામની મહિલા વૈજ્ઞાનિક મેથેમેટિકલ ગણતરીમાં પાવરફૂલ હતી. યુરેનિયમ-235 નાં પરમાણુકેન્દ્રમાં 92 પ્રોટોન છે. એક બાહ્ય ન્યૂટ્રોનનો ઉમેરો થતા જ કેન્દ્ર સ્થીર રહેતું નથી. અને ન્યૂટ્રોન પ્રોટોનમાં ફેરવાતા જ કેન્દ્રનો ધનવિજભાર વધે છે. અને વીસ કરોડ ev  જેટલી ઉર્જા પેદા થાય છે. એક ભાગ બેરીયમ + બીજો ભાગ ક્રીપ્ટન + બે ન્યૂટ્રોન છૂટા પડે છે. લીઝ માઈટનરે ગણતરી માંડી કે વિભાજન પામતા પરમાણુનું કુલ દળ એ પરમાણુનાં ઓરીજીનલ  દળ કરતા 5 માં ભાગ જેટલું ઓછું હોવું જોઈએ. 

 ગૂમ થતો પદાર્થ ક્યા ગયો ? આ ગૂમ થયેલો પદાર્થ ઉર્જામાં ફેરવાઈ ગયો. માટે પેદા થતી ઉર્જાનું પ્રમાણ પણ અખૂટ હતું. આમ, અણુનો ભેદ ખૂલી ગયો. આલ્બર્ટ આઇનસ્ટાઈને “ E = mC2  “   

સૂત્રને તો માત્ર એક સૂત્ર તરીકે જ “ સ્પેશીયલ થીયરી ઓફ રીલેટીવીટી “ માં લખેલું. પરંતુ આ નાનકડું સૂત્ર દુનિયાનું સૌથી મોટું સૂત્ર બની ગયું.                      


                                વધુ  આવતી કાલે મનન કરજો...તમારા ફીડબેક આવકાર્ય છે..                        



  ભાગ – 25   DATE: 18/9/2020 


E =mC2 

 અણુવિભાજન : યુરેનિયમ- 235 એ યુરેનિયમનો આઈસોટોપ છે. જે 0.72% ની આસપાસ કુદરતી યુરેનિયમ બનાવે છે. યુરેનિયમ – 238 મા યુરેનિયમ- 235ની માત્રા 0.72% જેટલી હોય છે. હજારો ટન યુરેનિયમ- 238 નુ શુધ્ધીકરણ કરો ત્યારે માંડ યુરેનિયમ-235નો જથ્થો મળે છે . યુરેનિયમ-235  ના કેન્દ્રમાં 92 પ્રોટોન  અને 143 ન્યૂટ્રોન હોય છે.  યુરેનિયમનું – 235નુ   પરમાણુદળ = 92+ 143 = 235 થાય. યુરેનિયમનું પરમાણુદળ = 235  અને પરમાણુક્રમાંક= 92  છે. યુરેનિયમ-235 વિખંડન પ્રક્રિયા માટે સર્વશ્રેષ્ઠ છે. યુરેનિયમ – 235 પર ન્યૂટ્રોનનો મારો ચલાવવામાં આવે એટલે ચેઈન રિએકશન શરૂ થાય છે. અને અખૂટ ઉર્જા પેદા થાય છે. આ ચેઈન રિએકશનને કંટ્રોલ કરવા માટે મંદક તરીકે હેવીવોટર ( ડ્યૂટેરીયમ  ઓક્સાઈડ = D2O) નો ઉપયોગ કરવામાં આવે છે. યુરેનિયમના અણુવિભાજનથી અખૂટ વિદ્યુતઉર્જા પેદા થાય છે. ભારતનુ પ્રથમ રીએક્ટર “ અપ્સરા “ છે. યુરેનિયમ,થોરિયમ અને પ્લૂટોનિયમ આ પ્રકારના ઉર્જાસ્ત્રોતો છે.યુરેનિયમના એક પરમાણુના વિખંડનથી મળતી ઉર્જા કોલસાના એક કાર્બન પરમાણુના  દહનથી મળતી ઉર્જા કરતા 10 મિલિયન ( 1 કરોડ) ગણી હોય છે.                                      


                                       વધુ  આવતી કાલે મનન કરજો...તમારા ફીડબેક આવકાર્ય છે..                        


  ભાગ – 24   DATE: 17/9/2020 


E =mC2 

અમુક જાતના પદાર્થો કુદરતી રીતે ઉર્જાનું ઉત્સર્જન કરે છે. દાત. મેરી ક્યૂરી અને પિયરી ક્યૂરીએ રેડિયમની શોધ કર્યા પછી આ પૂરાવો મળી ચૂક્યો હતો. 

રેડીયમ પોતે ઉર્જાનો પ્રવાહ સતત આપતું હોવા છતાં પદાર્થના દળમાં કોઈ ઘટાળો થતો ન જોવા મળ્યો હતો. એટલે કે, સૂક્ષ્મ પદાર્થમાં પણ અખૂટ ઉર્જા ભરેલી છે. what’s   element  ? તત્વ એટલે શું ? એક સરખા પરમાઓણુઓનુ  બનેલું માળખું. તત્વના પાયાનો એકમ પરમાણુ છે.    પરમાણુ →  અણુ  →  તત્વ  →  સંયોજન  → મિશ્રણ    આ રસાયણશાસ્ત્રની શ્રુંખલા છે.

હાઈડ્રોજન સળગી ઉઠે છે અને ઓક્સિજન વાયુ દહનપોષક છે. 

            હાઈડ્રોજન + ઓક્સિજન  →  પાણી   જ્યારે હાઈડ્રોજન અને ઓક્સીજન  સંયોજાય છે ત્યારે પાણી બને છે. અને પાણી તટસ્થ દ્રાવણ છે. બંને તત્વો પોતાના મૂળભૂત  ગુણધર્મો  ગુમાવી ચૂક્યા હોય છે. અહી , અર્નેસ્ટ રૂથરફોર્ડ , ઇટાલીના  એનરીકો ફર્મી  જેવા વૈજ્ઞાનિકો પરમાણુકેન્દ્ર પરના પ્રયોગો કરવામાં સફળ રહ્યા હતા. એનરીકો ફર્મી  જે અણુબોંબનાં શિલ્પી કહેવાય છે. એનરીકો ફર્મીએ 38 મુ તત્વ “  યુરેનિયમ ” પર પોતાનો પ્રયોગ શરૂ કર્યો હતો. એનરીકો ફર્મીનો મૂળભૂત પ્રયોગ હતો , અણુ અભેદ   છે. તેને તોડી શકાતો નથી.  તેજ વિચારનો  નાશ કરવો. મતલબ કે અણુનું  વિખંડન કરવું. પરમાણુકેન્દ્રને તોડવું. 

                                         વધુ  આવતી કાલે મનન કરજો...તમારા ફીડબેક આવકાર્ય છે..                                            


 


 ભાગ – 23   DATE: 15/9/2020


E =mC2 

                                                                                           


અગાઉ પણ એન્ટોની લેવોઝિએ લોખંડની ધાતુ પર પ્રયોગ કર્યો હતો. લોખંડને કાટ લાગવાથી તેના વજનમાં વધારો થાય છે. તેવું અનુમાન લગાવ્યું હતું. આઈનસ્ટાઈને માત્ર E = m  લખ્યુ નથી. પણ, m ની સાથે “ પ્રકાશવેગ વર્ગ” લગાવ્યું હોવાથી આ સૂત્ર શક્તિશાળી બન્યું. 1 gm પદાર્થ પણ 2,૫૦,૦૦૦,૦૦૦ કિલોવોટ – કલાક જેટલી ઉર્જામાં રૂપાંતર પામી શકે છે. જો ઉર્જાને પાછો પદાર્થમાં ફેરવો તો  પણ 1 gm  પદાર્થ બની શકે છે. આજ છે “ equation of  the whole space “ 

દાત. માનો કે કોઈ પદાર્થ 3 ગ્રામ હોય તો  3 gm = 0.003 Kg    

                                             E = mC2

                                             E = (0.003 Kg)  x  ( 30,00,00,000) નો વર્ગ 

                          E = 2.7 X 10 ની  14 ઘાત જૂલ 


        અહી C = 3,00,000 Km/sec   પરંતુ  1 Km = 1000 m    માટે  C = ૩૦,૦૦,૦૦,૦૦૦ m/ sec થાય.

આટલી ઉર્જા છૂટી પડે. અહી ઉષ્મા / ઉર્જાનો એકમ જૂલ છે. અહી પદાર્થ એટલે પ્લાસ્ટિક, કાગળ ,લોખંડ, લાકડું કે ચોક પણ ખરો.   સવાલ એ છે કે આમાંથી પણ ઉર્જા મેળવી શકાય ? આ સવાલ “ ૧૯૦૫ માં વિશીષ્ટ સાપેક્ષવાદ” ની થીયરી લખતી  વખતે  આ મહાન વૈજ્ઞાનિકનાં મગજમાં ઉદભવ્યો ન હતો. કેમ કે , તે સમયે પદાર્થના અણુના બંધાંરણ વિશે કોઈ જાણકારી ખાસ ન હતી.                     

                                                                                                                                      વધુ  આવતી કાલે મનન કરજો...તમારા ફીડબેક આવકાર્ય 

 ભાગ –  22   DATE: 14/9/2020 

E = mC2


  ફોટોસિન્થેસિસ / પ્રકાશસંશ્લેષણ


વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઈડ,પાણી અને ક્લોરોફિલનો ઉપયોગ કરી ગ્લૂકોઝ બનાવે છે. અને આ પ્રક્રિયા દરમ્યાન ઓક્સિજન વાયુ છૂટો પડે છે. અહી , સૂર્યપ્રકાશનું સંશ્લેષણ થાય છે. અને ગ્લૂકોઝ એ જ કાર્બોદિત છે. ગ્લૂકોઝનું શરીરમાં તૈયારીમાં જ પાચન થવાથી તૈયારીમાં જ ઉર્જા છૂટી પડે છે. ગ્લૂકોઝનો પાવડર લેવાથી ખેલાડીઓ ઉર્જાથી ભરપૂર બને છે. મતલબ કે , ઉર્જા= ગ્લૂકોઝ. અહી પણ સૂત્ર સાબિત થાય છે. આવી ઘણી રિએકશન / પ્રક્રિયા છે કે જ્યાં સૂત્ર પોતાની ૧૦૦% સાબિતી આપવાનું ચૂકતું નથી. અને મોટી સાબિતી તો  અમેરિકાએ જાપાનના હિરોશિમા અને નાગાસાકી નામના બે શહેરો પર ઝીંકેલો અણુબોંબ છે.

 “ THE WORLD IS NOT ENOUGH WITHOUT    E = Mc2 ”

    ઉદા. હોલીવૂડની એક્શન ફિલ્મોમા તો આ સૂત્રનો ભરપૂર ઉપયોગ થાય છે. દાત. કાગળનો બોંબ બનાવી હેલીકોપ્ટર પર ચીપકાવી દેવો , ચોકલેટનો બોંબ બનાવવો , આંગળિઓ સ્કેન  થાય એટલે દરવાજો ખૂલી જાય. અહી પણ કહી શકાય કે “ Hollywood films can’t made without  the biggest  equation    E = mC2   “


                 વધુ  આવતી કાલે મનન કરજો...તમારા ફીડબેક આવકાર્ય છે..                        


                                                            ભાગ – 21   DATE: 12/9/2020 

સૂર્ય એ ઉર્જાનો મુખ્ય કુદરતી સ્ત્રોત છે. જેના પ્રકાશને સોલર સેલ વિધુતઉર્જામા રૂપાંતર કરે છે. સૂર્યએ પૃથ્વીથી 14.96 કરોડ કીમી દૂર છે. સૂર્યએ ઉર્જાનુ સતત ઉત્પાદન કરે છે. કારણ કે, તેના કેંદ્રમા અણુભઠ્ઠી સક્રીય છે. જે પ્રકાશ અને ગરમીનુ ઉત્સર્જન કરે છે. અણુભઠ્ઠી સક્રીય હોવાથી સૂર્યમા રહેલા હાઈડ્રોજન વાયુ  સતત હીલીયમમા  રૂપાંતર પામતો જાય  છે. સૂર્ય દ્વારા  આટલી વિપુલ પ્રમાણમા ઉર્જા ઉત્પન્ન થવાનુ કારણ હાઈડ્રોજનનુ હીલીયમમા સંલયન થવાની પ્રક્રિયા છે. હાઈડ્રોજનનો પરમાણુક્રમાંક 1 છે. તેની ઈલેક્ટ્રોન રચના 1 છે. હાઈડ્રોજનની સંજ્ઞા H છે. હાઈડ્રોજનમાં 1 પ્રોટોન અને 1 ઈલેક્ટ્રોન છે. હાઈડ્રોજનમાં  ન્યૂટ્રોન નથી. હિલીયમનો પરમાણૂક્રમાંક 2 છે. જેમાં ઈલેક્ટ્રોનની સંખ્યા 2 છે. પ્રોટોનની સંખ્યા 2 અને ન્યૂટ્રોનની સંખ્યા 2 છે. હાઈડ્રોજનનું પરમાણુદળ 2 થયું અને હિલીયમનું પરમાણુદળ 4 થયું. હાઈડ્રોજનનાં 4 અણુ સંયોજિત થાય ત્યારે  હિલીયમનો  1 અણુ બને છે. પરંતુ, He (હિલીયમ)નાં દળમાં 0.7% ઘટાડો થાય છે. 0.7% દળનું ઉર્જામાં રૂપાંતરણ થાય છે. એટલે આઈનસ્ટાઈનના સૂત્ર પ્રમાણે એક સૂક્ષ્મ પદાર્થ પણ અખૂટ ઉર્જા પેદા કરે છે. ઉદા.1 લી પેટ્રોલથી ચાલતી બાઈક. બાઈકનું એન્જિન પેટ્રોલનું રૂપાંતર ઉર્જામાં કરે છે. રાસાયણિકઉર્જાનું રૂપાંતર ગતિ ઉર્જામાં થાય છે. આમ , દરેક પદાર્થમાં ઉર્જા રહેલી છે. 

વધુ  આવતી કાલે મનન કરજો...તમારા ફીડબેક આવકાર્ય છે..                        


 ભાગ – 20   DATE: 11/9/2020


E = mC2       


આગળ વધીએ, આઈનસ્ટાઈને ઉર્જા અને પદાર્થનો ભેદ આ સૂત્ર દ્વારા ટાળી દીધો. રૂથરફોર્ડએ પ્રોટોનની શોધ કરી. અને ચેડવિકે ન્યૂટ્રોનની શોધ કરી. સર જે.જે.થોમ્સનએ ઇલેક્ટ્રોનની શોધ કરી. પરમાણુક્રમાંક એટલે પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા. પરમાણુદ્ળ એટલે પ્રોટોન અને ન્યૂટ્રોનની સંખ્યાનો સરવાળો.

ઇલેક્ટ્રોન નેગેટિવ (-) ચાર્જ ધરાવે છે. અને પ્રોટોન પોઝીટીવ ચાર્જ (+) ધરાવે છે. અને ન્યૂટ્રોન તટસ્થ કણો છે. ઇલેક્ટ્રોન પરમાણ્વીય કક્ષાઓમા ભ્રમણ કરે છે. અણુના પરમાણુકેંદ્રમા પ્રોટોન અને ન્યૂટ્રોન આવેલા હોય છે. ઉદા. ઓક્સિજનનો પરમાણુક્રમાંક  8 છે. માટે ઈલેક્ટ્રોન રચના (2,6) થાય. પરમાણુદળ= 8+8 = 16 થાય. 8 પ્રોટોન અને 8 ન્યૂટ્રોન. મતલબ , ઓક્સિજનના પરમાણ્વીયકેંદ્રમા 99% ઉર્જા રહેલી છે. અણુના કેંદ્રમા આ ઉર્જા રહેલી છે. આ કેંદ્રને તોડો એટલે ઉર્જાનો વિસ્ફોટ થાય છે. રેડીયમ તત્વ કીરણોત્સર્ગી તત્વ છે. “ કીરણોત્સર્ગી પદાર્થ” ની શોધમા આખુ “ ક્યૂરી ફેમિલી “ હોમાઈ ગયુ. મેરી ક્યૂરીએ રેડીયમની શોધ કરી. બે વખતના નોબેલ પારીતોષીક વિજેતા “ મેરી ક્યૂરી “ એક મહિલા વૈજ્ઞાનિક હતા. આ બધી જ ઘટનાઓનો સંબંધ સૂત્ર  સંકળાયેલો છે. .


          વધુ  આવતી કાલે મનન કરજો...તમારા ફીડબેક આવકાર્ય છે..                        



 ભાગ –  19   DATE: 10/9/2020

                                                                

                                                                        E =mC2 


જ્યારે, આઈનસ્ટાઈને પોતાના જીવનની  અંતિમ ક્ષણોમા  હતા. એપ્રિલ – 18 . 1955 ના દિવસે આઈંસ્ટાઈને આ માયાવી દુનિયામાથી વિદાય લીધી . આજનો આ લેખ વિશ્વમા ખૂબ જ ચવાઈ ગયેલા સૂત્ર    E = mC2  સૂત્રની શરૂઆતથી  થાય છે. આઈનસ્ટાઇનના મગજને થોમસ હાર્વે નામના ડૉક્ટરે સંશોધન માટે કાઢી લીધુ હતુ. એ વાતનુ આશ્ચર્ય હન્મેશા રહેશે કે “ ઉર્જા = દ્રવ્યમાન x  પ્રકાશના વેગનો વર્ગ સૂત્ર આઈનસ્ટાઈને પોતાના મગજના કયા જ્ઞાનતંતુમાથી કાઢીને “સ્પેશિયલ થીયરી ઓફ રીલેટીવીટી “ ના છેલ્લા પેજ પર કોઈ ખૂણામા નાખી દીધુ. બ્રહ્માંડમા રહેતા દરેક જીવ માટે લાગતુ અદભૂત સૂત્ર “ ઉર્જા = દ્રવ્યમાન x  પ્રકાશના વેગનો વર્ગ   “ NOTHING POSSIBLE WITHOUT  EQUATION E = Mc2      IN THE WHOLE SPACE. “         THE DYNAMIC  EQUATION OF THE WORLD.

મને લાગે છે કે  આ ગ્રેટ સાયંટીસ્ટ વિશે જેટલુ પણ વાચો અથવા લખો તો પણ ઓછુ પડે.

કારણ કે “ જીનીયસ” સદીઓમા એક જ વાર જન્મ લે છે. અને જીનીયસ = આઈનસ્ટાઈન ........................ 

“ ઉર્જા એજ પદાર્થ છે અને પદાર્થ એજ ઉર્જા છે “ એમ કહી આઈનસ્ટાઈને પદાર્થ  અને ઉર્જા વચ્ચેનો ભેદ મિટાવી દીધો હતો. આ સૂત્રનો અર્થ એમ થાય છે કે પ્રકાશવેગને આંબી રહેલા યાનને વધુ ગતિ આપવા માટે આપવી પડતી ઉર્જા અને પ્રકાશવેગની નજીક પહોચ્યા બાદ તો બધી જ ઉર્જા પદાર્થમા જ ફેરવાય જાય. માટે અવકાશયાન કદી પ્રકાશનો વેગ હાંસલ કરી શકતો નથી                                                                                                                        વધુ  આવતી કાલે મનન કરજો...તમારા ફીડબેક આવકાર્ય છે..                        



    


 ભાગ – 18   DATE:  9/9/2020


NEWTON VS EINSTIEN   નથી હવે માત્ર  આલ્બર્ટ આઈનસ્ટાઈન છે.  આ માઈંડ બ્લોઈંગ થીયરીનો હજુ અંત તો આવ્યો જ નથી. કારણ કે, બ્રહ્માંડ જેમા સમાઈ જાય તેવુ એક સૂત્ર  “ E =  mc2 ( c2 = પ્રકાશના વેગનો વર્ગ ) “     આઇનસ્ટાઇને “ સ્પેશિયલ થીયરી ઓફ રીલેવિટી “ ના છેલ્લા પાન પર કોઈ ખૂણામા નાખી દીધુ હતુ. શુ આઈનસ્ટાઈનને અગાઉથી અહેસાસ હતો કે એક જ ઘટના  માટે  આ સૂત્ર ઘણૂ જોખમી પૂરવાર થવાનુ છે.   એક ઘટના માટે......આઈનસ્ટાઈનનુ આ સૂત્ર “ દ્રવ્યમાનનુ ઉર્જામા અને ઉર્જાનુ દ્રવ્યમાનમા પણ રૂપાંતર થઈ શકે છે.”  “ સ્પેશિયલ થીયરી ઓફ રીલેટીવીટી “ ના મુખ્ય તારણો નીચે મુજબ છે.

ટાઈમ અને સ્પેસ એક્બીજાથી સ્વતંત્ર નથી. પણ  “ સ્પેસટાઈમ “ છે.

અવકાશમા સમય ધીમો પડવાનુ કારણ “ ગુરૂત્વાકર્ષણ બળ” સાથે સબંધીત છે.

પ્રકાશની ગતિ અફર છે. પ્રકાશના વેગમા વધ – ઘટ થતી નથી.

પ્રકાશવેગ કરતા વધુ ઝડપ ધરાવતુ અવકાશયાન હોય તો સમયમા ઘટાડો થાય છે. આટલી અમાપ ઉર્જાવળુ યાન શક્ય નથી. કારણ કે પદાર્થની ગતિમા વધારો થાય તેમ દળમા વધે છે. પરીણામે ઉર્જાની ખપતમા વધારો થાય છે.

ન્યૂટનના બ્રહ્માંડમા ઉર્જા અને પદાર્થ વચ્ચે કોઇ સંબંધ નથી. જ્યારે  આઈનસ્ટાનના બ્રહ્માંડમા ઉર્જા અને પદાર્થ વચ્ચે સંબંધ છે.

પૃથ્વી પર સમય નોર્મલ અથવા સામાન્ય છે. જ્યારે , અવકાશમા સમય નોર્મલ નથી.

પ્રકાશનો વેગ નિરપેક્ષ છે જ્યારે અંતર અને સમય સાપેક્ષ છે.                                                                          


              વધુ  આવતી કાલે મનન કરજો...તમારા ફીડબેક આવકાર્ય છે..                        


 ભાગ – 17   DATE: 8/9/2020 

અતીતથી શીખો , આજના માટે જીવો, કાલના માટે આશાન્વિત રહો, ,સૌથી મહત્વપૂર્ણ વાત છે કે પોતાની જાતને સવાલો પૂછવાનુ બંધ ના કરો – આઈનસ્ટાઈન


આપણે “ સ્પેશિયલ થીયરી ઓફ રીલેટીવીટી” ના “ સમય અને અંતર સાપેક્ષ છે “ ના અંતભાગમા વિહાર કરી રહ્યા છીએ. મિત્રો ભૌતિકશાસ્ત્ર અને અંતરીક્ષવિજ્ઞાનને સમજવુ હોય તો “ તમારે આઈનસ્ટાઈનના મનને  વાંચી  લેજો “


SMALL  ANSWERS HAVE  BIG  QUESTIONS THAT CALLED SCIENCE  


સત્ય બાબત છે કે “ ચંદ્ર પરનુ  ગુરૂત્વાકર્ષણબળ પૃથ્વી પરના ગુરૂત્વાકર્ષણબળ કરતા છઠ્ઠા  ભાગનુ હોય છે.”   વજન અને દ્ળ શબ્દ અલગ-અલગ છે. દ્ળ એ પદાર્થમા રહેલા દ્રવ્યનો જથ્થો  છે. અને વજન  એટલે  પદાર્થ પર લાગતુ ગુરૂત્વકર્ષણબળ. ધારો કે પૃથ્વી પર કોઈ વ્યક્તિનુ વજન 60 N  હોય તો  ચંદ્ર પર એ જ વ્યક્તિનુ વજન  10 N   થઈ  જાય છે. એટલે કે દ્ળમા કોઈ વધ-ઘટ થતી નથી. પરંતુ વજન ચંદ્ર પર વજન છઠ્ઠા ભાગનુ  થઈ જાય છે.  E = mc2   સૂત્રમા પ્રકાશવેગના વર્ગ  જેટલી ઝડપ પ્રાપ્ત કરવા માટે અમાપ ઉર્જાની જરૂર પડે  છે. અને તે લગભગ  અશક્ય છે.  


                    વધુ  આવતી કાલે મનન કરજો...તમારા ફીડબેક આવકાર્ય છે..  

             


 ભાગ – 16   DATE: 6/9/2020


                                       જય વિજ્ઞાન , જય વિજ્ઞાન ,જય વિજ્ઞાન..........


આઈનસ્ટાઈનના સૂત્રમા E = mc2 ( c2  =  પ્રકાશના વેગના વર્ગ ) અહી પણ c = પ્રકાશનો વેગ અહી પણ  ટપકી પડ્યો છે. અહી, બ્રહ્માંડમા માત્ર પ્રકાશનો વેગ જ નિરપેક્ષ છે. જ્યારે આ માયાવી દુનિયામા ટાઈમ અને સ્પેશ એકબીજાને સાપેક્ષ છે. કોઈ પણ  પદાર્થને ઉષ્મા આપવાથી તેના અણુઓની ગતિઉર્જામા વધારો થાય છે. આ 100%  સત્ય વાત છે. પદાર્થના તાપમાનમા વધારો થવાથી તેના અણુઓની ગતિમા વધારો થાય છે. આજ પદાર્થને એક દમ ઠંડો પાડવામા આવશે એટલે કે  -273.15  C  તાપમાને ઠંડો પાડવામા આવે તો બધી જ ઉર્જા નાબૂદ થઈ જાય છે. એટલે કે પદાર્થની ગતિઉર્જા શૂન્ય થઈ જાય છે. પદાર્થ કંપન કરવાનુ બંધ કરી દે છે. 


એક બાબત વિચારી લઇએ : “ પૃથ્વી પરથી અવકાશમા પહોચતુ યાન ગુરૂત્વાકર્ષણને ભેદીને આકાશમા પહોચે છે. પરીણામે , ઉર્જાની ખપત થાય છે. પરંતુ , જ્યારે આ જ યાન અવકાશમાથી પરત પૃથ્વીના વાતાવરણમા દાખલ થાય  છે, ત્યારે અવકાશયાનની ગતિ વધી જતી હોય છે.  પૃથ્વીનુ ગુરૂત્વાકર્ષણબળ યાનને પોતાના તરફ ખેંચે છે.


                    વધુ  આવતી કાલે મનન કરજો...તમારા ફીડબેક આવકાર્ય છે..  

             


 

  


 



  

T =   અવકાશયાનમા વીતેલો સમય , To = પૃથ્વી પર વીતેલો  સમય , V =  યાનની ઝડપ ,      

                                                                                                 C = પ્રકાશનો વેગ 


T = To                 V/C =294000/300000

   √1 – (V/C)2                         = 0.98         

 

T  =  1             =            1

  √1- (0.98)2             √1-0.9604

                        =    1

                              √0.0396

                         =  1

                         0.1989 

                        = 5

જવાબ : 5 આવ્યો , એટલે કે યાનમા સમય 5 ગણો ધીમો ચાલે છે. મતલબ કે પૃથ્વી પર 1 વર્ષ વીત્યુ હશે તો યાનમા માત્ર

 2.5 મહીનાનો સમય પસાર થયો હશે. અવકાશના કેલેંડર મુજબ 5 વર્ષ પછી 2021મા યાન પાછુ આવે ત્યારે પૃથ્વી પર

 2041ની સાલ ચાલતી હશે. એટલે કે અવકાશમા 5 વર્ષનો સમય પસાર થયો હશે. ત્યારે પૃથ્વી પર 25 વર્ષ વીતી ગયા હશે.

                                             વધુ  આવતી કાલે મનન કરજો...તમારા ફીડબેક આવકાર્ય છે..  

      

 ભાગ – 14   DATE: 4/9/2020      


અભ્યાસ વસ્તુઓનુ જ્ઞાન મેળવવાનુ નહી પણ મગજને વિચારવાની ટ્રેનીંગ આપવા જેવુ  છે – આલ્બર્ટ આઈનસ્ટાઈન   


“ ટાઈમટ્રાવેલ” શુ છે આ “ સમયયાત્રા” ભવિષ્યની પેઢી સમયયાત્રા કરી શકે ? આલ્બર્ટ આઈનસ્ટાઈન બ્રહ્માંડમા “ સાપેક્ષવાદની થીયરી “નો એક મોટો ખડક મૂકીને ગયા છે. ન્યૂટન , આઈનસ્ટાઈન કે સ્ટીફન હોકીંગ હયાત નથી. હોકિંગે 14 માર્ચ, 2018 મા  આ દુનિયામાથી વિદાય લીધી છે. આ કોયડો  કદાચ ગૂંચવાતો હોય એવુ લાગે છે. પણ “ સમયયાત્રા” સંભવ છે કે નહી આપણે કહી ના શકીએ. “સમયયાત્રા” = “ટાઈમટ્રાવેલ “ આના સંદર્ભમા એક ઉદા જોઈએ. “ પદાર્થની ઝડપ વધતી જાય તેમ સમય ધીમો પડતો જાય છે. “  ધારો કે એક સોસાયટીના 2 મિત્રોએ દૂર અવકાશમા ગેલેક્સી પર જવાનુ અને ત્યા સંશોધન કરી પછા આવવાનુ ગોઠવ્યુ  છે. જેમની ઉન્મર પૃથ્વી પર રહેલા તેમની સોસાયટીના 2 મિત્રો જેટલી છે. એટલે કે 15 વર્ષ  છે. તેમના માટે એક ખાસ અવકાશયાન તૈયાર કર્યુ છે .જેની ઝડપ 2.94,000 km/sec  છે. આ યાન 2016મા અવકાશમા પ્રવેશ કરે છે અને 1 વર્ષ પસાર કરે છે . હવે, 1 વર્ષ પછી પૃથ્વીની સાપેક્ષમા કેટલો સમય પસાર થયો. તે આ સૂત્ર ધ્વારા મળશે. 

        

વધુ  આવતી કાલે મનન કરજો...તમારા ફીડબેક આવકાર્ય છે..  








 ભાગ – 13   DATE: 3/9/2020


દરેક માણસ જીનીયસ છે, પરંતુ  કોઈ માછલીને તેની ઝાડ પર ચઢવાની યોગ્યતાથી જજ કરશો તો તે પોતાનુ  આખુ જીવન એમ વિચારીને જીવશે કે તે મૂર્ખ છે -  આલ્બર્ટ આઈનસ્ટાઈન

   

ન્યૂટન vs  આઈનસ્ટાઈન ..........., આમ તો ક્રીકેટમા પ્રથમ બેટીંગ લેનારી ટીમની જીતની શક્યતા 70% વધી જાય છે.કારણ કે પ્રથમ બેટીંગ લીધા પછી રણ બનાવાનુ દબાણ હોતુ નથી. આ નિયમ અહી પણ લાગુ પડે છે. પરંતુ આ મેચમા “ આઈનસ્ટાઈન”એ ન્યૂટનને બોલીંગ અને બેટીંગ એમ બન્ને દાવમા હંફાવી દીધા છે. અને આખરે 200+ વર્ષ પછી “ આઈનસ્ટાઈન” એ  બીજા દાવમા ન્યૂટનના પ્રત્યેક દડાને સિક્સરમા ફેરવી દીધી  છે. ન્યૂટનને  ઘણા  બોલરો અને બેટ્સમેનોનો ફાયદો થયો હતો. પણ અહી “ ગ્રેટ બેટ્સમેન ઓફ ફીઝિક્સ “ એકલા હાથે મેચ જીતી રહ્યા હોય એવુ લાગે છે.” 

   ન્યૂટનના બ્રહમાંડમા પ્રકાશના વેગ કરતા પણ વધુ ગતિ મેળવો તો પ્રકાશના કીરણોને

 “ ઓવરટેક “ કરી શકાય છે.એટલે કે પ્રકાશવેગ કરતા પણ વધુ ઝડપ મેળવી શકાય છે “

જ્યારે “ આઈનસ્ટાઇનના બ્રહ્માંડમા  કોઈ પણ પદાર્થ ગમે તેટલો ઝડપી બને તોય પકાશવેગ કરતા વધુ ઝડપ મેળવી શકે નહી. પ્રકાશવેગ કરતા વધુ ઝડપ મેળવવી હોય તો  અખૂટ ઉર્જાના જ્થ્થાની જરૂર પડે છે. અને તેવા અવકાશયાનની  પણ જરૂરીયાત ઉભી થાય. માટે, પ્રકાશને ઓવરટેક કરવો શક્ય નથી.............                  

વધુ  આવતી કાલે મનન કરજો...તમારા ફીડબેક આવકાર્ય છે..  


 ભાગ – 12   DATE: 2/9/2020 


જીનીયસ = 1% ટેલેંટડ , 99 % = આકરી મહેનત   


ઉદા.ધારો કે ,ગોપાલ 9 પ્રકાશવર્ષ છેટે આવેલો તારાની મૂલાકાતે જવા માટે યાનમા બેઠો છે , જ્યારે તેનો મિત્ર રમેશ ધરતી પર સ્થિર છે. “ સમયયાત્રા”નો લાભ ગોપાલને મળશે.કારણ કે તે સ્પેશમા યાત્રા કરવાનો છે. ધારો કે યાનની ઝડપ ગોપાલે પ્રકાશવેગના 90% રાખી છે. તો સમય ગોપાલ માટે ધીમો પસાર થાય છે. એટલે કે ગાણિતીક ગણિતરી મુજબ પૃથ્વી પરના નોર્મલ સમયની તુલનાએ સમયની રફ્તાર 85% સુધી ઘટી જાય છે. પૃથ્વીથી તારો 9 પ્રકાશવર્ષ દૂર છે. ગોપાલના યાનની ગતિ 90% જેટલી છે. માટે, રમેશના  અનુમાન અનુસાર  10 વર્ષે ગોપાલ તારા પર પહોંચી જશે. પણ ગોપાલ માટે સમય ધીમો પડ્યો છે.ગોપાલના હિસાબે 10 વર્ષને બદલે 6 વર્ષ પસાર થાય છે. આ 6 વર્ષ દરીમ્યાન ગોપાલે પૃથ્વી અને તારા વચ્ચેનુ કાપેલુ અંતર 0.9 x 6 = 5.4 પ્રકાશવર્ષ છે. જ્યારે પૃથ્વી અને તારા વચ્ચેનુ  અંતર રમેશે 9 પ્રકાશવર્ષ રાખેલુ છે. માટે , ઘટેલુ અંતર = 9 -5.4= 3.6 પ્રકાશવર્ષ છે. માટે, સમયનુ અહી 0.6ના ગુણકમા વિસ્તરણ થયુ તો સ્પેશનુ 0.6 ના ગુણકમા સંકોચન થયુ.  → સમય સ્વતંત્ર છે અને તટસ્થ છે. અહી ન્યૂટને થાપ ખાધી છે. જ્યારે આઈનસ્ટાઈન અહી “ સાચા” સાબીત થાય છે.  આગળ વિચારીએ , જ્યારે પૃથ્વી પરથી સ્પેશશટલ અવકાશમા  મોકલવામા આવે છે ત્યારે સ્પેશશટલે પૃથ્વીના ગુરૂત્વાકર્ષણબળને ભેદીને અવકાશમા પ્રયાણ કરવાનુ હોય છે. પણ જ્યારે અવકાશમા પહોંચે છે ત્યારે ( ગ્રહને લક્ષમા ન લેતા) ગુરૂત્વાકર્ષણ બળ હોતુ નથી. પરીણામે શક્ય છે કે સમય ધીમો પડે છે. કહેવાનો મતલબ છે કે “ સમય પર

ગુરૂત્વાકર્ષણબળની અસર પડે છે . “  વધુ  આવતી કાલે મનન કરજો.... તમારા ફીડબેક આવકાર્ય છે..  

                               


                                                          ભાગ – 11   DATE: 1/9/2020 

ઝડપ = અંતર/સમય ધારો કે 60 km  અંતર 1 કલાકમા પૂરૂ કરવાનુ હોય તો ઝડપ= 60 km/ કલાક થાય. પૃથ્વી પર સમયની વધ-ઘટ માલૂમ પડતી નથી. વિમાનની ઝડપે પ્રવાસ કરો તો પણ સમય ધીમો પડે છે તેવુ લાગશે નહી.છતા પણ વિશિષ્ટ પ્રયોગો થકી “ વિશીષ્ટ સાપેક્ષતાવાદ“ સાબિત થયો છે. સમયને “એરરલેસ” માપી શક્તી અણુઘડિયાળો ગતિમા રાખો તો જાણી શકાય કે . સમય તેના માટે ધીમો  પડ્યો છે.

ઈસ.1971મા આ પ્રયોગ થયો હતો.ઓક્ટોબર,1971મા જોસેફ હાફેલે અને રિચાર્ડ કેટીંગ નામના બે ભૌતિકવિજ્ઞાનિઓએ “ચાર અણુઘડિયાળો”ને અમેરિકન ઐરલાઈંસમા ગોઠવી અને “વિશ્વપ્રવાસે” નીકળ્યા. અને પૃથ્વી પરની અણુઘડિયાળ અને એરલાઈંસની અણુઘળિયાળનો સમય બરાબર મેળવી લીધો હતો.વિમાનની ઝડપ 1 કલાકની સરેરાશ 950 કિલોમીટર હતી. પ્રકાશનો વેગ 3,00,00 કીમી/સેકંડ છે. એટલે વિમાનની ઝડપ પ્રકાશની ઝડપ સામે ઘણી જ સૂક્ષ્મ હતી એટલે વિમાન  પ્રકાશના વેગ સામે તો  સ્થિર જ કહેવાય. જ્યારે  “વિશ્વસફર” કરીને આ એરલાઈંસ આવ્યુ ત્યારે ચારેય અણુઘડિયાળો 59 નેનોસેકંડ જેટલી ધીમી પડી હતી. આ તફાવત સૂક્ષ્મ હતો. પ્ણ આટલો ય સૂક્ષ્મ તફાવત  “ વિશીષ્ટ સાપેક્ષવાદ“ ની સાબીતી આપવા માટે પૂરતો હતો.   

વધુ  આવતી કાલે મનન કરજો.... તમારા ફીડબેક આવકાર્ય છે..  


                            ભાગ –10   DATE:31/8/2020


ન્યૂટનના બ્રહ્માંડમા “પ્રકાશની ગતિ” તેના સ્ત્રોતો  પર અવલંબે છે જ્યારે આઈનસ્ટાઇનના બ્રહ્માંડમા “પ્રકાશની ગતિ“ અફર છે. એટલે કે પ્રકાશની ગતિમા કોઇ વધ-ઘટ થતી નથી.ન્યૂટનના બ્રહ્માંડમા “સમય” સ્વતંત્ર છે, જ્યારે આઈનસ્ટાઈનના બ્રહ્માંડમા “સમય” સ્વતંત્ર નથી. પરંતુ સમય અને સ્પેસ એકબીજા સાથે વણાયેલા છે આ જ છે “ સ્પેસટાઈમ“. યાત્રીઓ સ્પેસમા જુદી – જુદી સ્પીડે પ્રવાસ કરતા હોય છે. ત્યારે સમયની ઝડપ પણ તેમના માટે સમાન હોતી નથી. એકની સરખામણીમા બીજા માટે સમય ધીમો પડે છે અને સ્પેસ પણ ઘટે છે. ઉદા. એક વ્યક્તિ કાર લઈને સફર કરવા નિકળે છે. તેણે 60 કીમી અંતર એક કલાકમા પૂરૂ કરવાનુ છે. પરંતુ આગળ રસ્તા પર વળાંકો હોવાથી આ અંતર એક કલાકમા પૂરૂ થવાની શક્યતા નથી. આ સંજોગોમા દરેક વળાંક કારની સ્પીડ તોડે છે. પરીણામે જે અંતર 1 કલાકમા પૂરૂ કરવાનુ છે તે હવે 15 મિનેટ વધારે લે છે. એટલે  કે  સમય વધુ લે છે. હવે 15 મીનીટનો સમય  વધુ લેવાય છે . આમ સમય પણ 100%ની ઝડપે વહેતો નથી. ક્યાંક વધે છે અને ક્યાંક ઘટે   છે ,સ્પેસના પરીમાણમા ગતિ જેમ વધતી જાય છે તેમ સમયના પરીમાણમા થતી ગતિ વધુને વધુ કપાય છે અને સમય તેના પગલે ધીમો પડે છે ...વધુ આવતી કાલે મનન કરજો.. તમારા ફીડબેક આવકાર્ય છે..  


 


                              ભાગ – ૯   DATE: 30/8/2020  


 “  આપણને આકાશમા  તારાઓ જે જગ્યાએ દેખાય  છે ,તે જગ્યાએ નથી   પણ લાખો પ્રકાશવર્ષ પહેલા છોડેલો પ્રકાશ  છે. “ - - આઈનસ્ટાઇન       

મિત્રો , “અંતર અને સમય એકબીજાથી સ્વતંત્ર છે “ આ બાબતમા ન્યૂટન સદંતર ખોટા પડ્યા છે. આઈનસ્ટાઈનના મત મુજબ. આઈનસ્ટાઈને જૂન,૧૯૦૫મા “ON THE ELECTRODYNAMICS OF MOVING BODIES”  એવા શીર્ષક હેઠળ “ SPECIAL THEORY OF RELATIVITY”  સમક્ષ  લાવ્યા ત્યારે ભૌતિકવિજ્ઞાનીઓ ચોંકી ગયા હતા. આ થીયરી કોઈ પ્રેક્ટીકલ રીતે ચકાસવી શક્ય ન હતી. માત્ર ને માત્ર તે ગાણિતિક સામીકરણો વડે જ ચકાસી શકાય તેવુ હતુ. વીસમી સદીનો આરંભ થઈ ચૂક્યો હતો. તે જમાનામા આજના સમયના “ સુપરકોમ્પ્યુટર “ ન હતા. તથા આજના  જેવી હાઈ-લેવલની  પ્રયોગશાળાઓ પણ ન હતી ( અને આજે છે તો “ કોરોનાની દવા” પણ શોધી શકાતી   નથી.) હવે , મૂળ વાતપર આવીએ. અંતર- સમય – ગતિ વચ્ચેનો સંબધ  “સાપેક્ષવાદ” ઉજાગર કરે છે. ઉદા. બે વસ્તુ એક સાથે નીચે પડે છે ત્યારે સ્થીર વ્યક્તીને એક સાથે જમીન પર પડતી દેખાસે પરંતુ ગતિમાન વ્યક્તિને બન્ને વસ્તુ એક સાથે પડતી દેખાશે નહી. વસ્તુનુ અવલોકન સાપેક્ષ રીતે કરે છે.  આપણે કોઇ રસપ્રદ ફિલ્મ જોઇએ છે ત્યારે 3 કલાકનો સમય પસાર થઈ જશે તો માલૂમ નહી પડે. પણ જો ૩ કલાકનુ બોરીંગ લેક્ચર હોય તો............  આજ છે સાપેક્ષવાદ ....   

 વધુ  આવતી કાલે મનન કરજો.... તમારા ફીડબેક આવકાર્ય છે..       


                        ભાગ – 8   DATE: 29/8/2020

 

આલ્બર્ટ આઈનસ્ટાઈનની સૈધ્ધાંતિક થીયરી બે ભાગમા રજૂ કરવામા આવી હતી. (1) સ્પેશિયલ થીયરી ઓફ રીલેવિટી (2) જનરલ થીયરી ઓફ રીલેવિટી  

 વિજ્ઞાનજગતના તે  વખતના અનેક આશ્ચર્ય વચ્ચે   આલ્બર્ટ આઈનસ્ટાઈને 1905મા “ સ્પેશિયલ થીયરી ઓફ રીલેવિટી ” અને 1915મા “ જનરલ થીયરી ઓફ રીલેવિટી “ રીતસરની  લોંચ કરીન સર આઈઝેક ન્યૂટનના ગુરુત્વાકર્ષણના અને ગતિના ત્રણ નિયમોના  છક્કા છોડાવી દીધા હતા. આપણે સમજવાની શરૂઆત “  સ્પેશિયલ  થીયરી  ઓફ રીલેટીવીટી “  થી કરીશુ. મિત્રો , ઘણુ જ ચવાઈ ગયેલુ સૂત્ર   અને વિજ્ઞાન જેના હદયમા વસી ગયુ હોય તેવા E=mc2  તેનો  સમાવેશ “ સ્પેશિયલ થીયરી ઓફ રીલેવિટી “ મા  સમાવેશ થાય છે. આ  સૂત્રમા જ બ્રહ્માંડનો સાર રહેલો છે. મિત્રો , કહેવાય છે કે આટલા નાના  સૂત્રએ કમાલ કરી દીધી છે.   “ special theory of relativity ના છેલ્લા પાના પર આ સૂત્ર કોઈ ખૂણામા આઈનસ્ટાઈને નાખી દિધુ હતુ “ આ જ સૂત્રએ અમેરિકાને મહાસતા બનાવી દીધી  “પરમાણુબોંબ” બનાવી. એક નાના સૂત્રએ આઈનસ્ટાઈનને “ સદીઓના મહાન વૈજ્ઞાનિક “ બનાવી દીધા. “ જીનીયસ સદીઓમા એક જ વાર પેદા થાય છે “ માત્ર ગણિત અને ભૌતિકશાસ્ત્રમા જ રસ દાખવનાર “જીનીયસ” છ વર્ષ સુધી  બોલી શકતા ન હતા. પણ આખી દુનિયાને સાપેક્ષવાદ  પર વિચાર કરતા મુકી દીધા.. આઈનસ્ટાઇન અને  એડીસન બન્નેને તેમની શાળાઓએ “ ઠોઠ નિશાળિયા” નુ પ્રમાણપત્ર આપી દીધુ હતુ .  છતા કહેવાય છે  એક “ સૈધ્ધાંતિક જીનીયસ “ અને બીજા “ પ્રેક્ટીકલી જીનિયસ “ વધુ  આવતી કાલે મનન કરજો.... તમારા ફીડબેક આવકાર્ય છે.. 


                            ભાગ – 7      DATE: 28/8/2020


  સમય શુ છે ? WHAT IS TIME ? WHAT IS SPACE ? આપણે ત્રીપરીમાણમા જીવન ગાળીએ છીએ. દરેક વસ્તુને  ત્રણ પરીમાણ હોય છે. લંબાઈ , પહોળાઈ , ઉંચાઈ . આઈનસ્ટાઈનનુ ચોથુ પરીમાણ મિત્રો “ સમય ” છે. આપણે ભૂતકાળ , ભવિષ્યકાળ , વર્તમાનકાળમા માનીએ છીએ, આવુ કશુ જ નથી. આપણે માનીએ છીએ કે સમય  આપણી નજર સામેથી પસાર થાય છે. ના,આપણે સમયમાથી પસાર થઈએ છીએ. ન્યૂટનની ધારણાનો સમય બ્રહ્માંડમા દરેક જગ્યાએ સરખો છે. એક અલગ વિચારધારા ધરાવતા વૈજ્ઞાનિક  આલ્બર્ટ આઈનસ્ટાઇન અનુસાર “ સમય નોર્મલ વસ્તુ નથી ,અવકાશમા સમય ધીમો પડે છે. સત્ય છે કે  “ ગુરૂ ગ્રહ ,  પૃથ્વી કરતા ઘણો મોટો  છે , માટે ગુરૂ ગ્રહ પરનુ  ગુરુત્વાકર્ષણબળ તે પ્રુથ્વી પરના ગુરૂત્વાકર્ષણબળ કરતા વધારે છે. માટે ત્યા ગુરુત્વાકર્ષણબળ વધુ હોવાથી સમય ધીમો પડે છે.મિત્રો  સમય પૃથ્વી પર તટસ્થ છે. અવકા શ અને સમયનો સંબધ એટલે જ “ સ્પેશટાઈમ ‘. કોપરનિકસએ   કહ્યું “ સૂર્યની આજુબાજુ બધા જ ગ્રહો ભ્રમણ કરે છે “ ન્યૂટનને  તો કદાચ “ કોપરનિક્સના ગ્રહોની ગતિના નિયમો “  આનોય સહારો મળ્યો . સફરજનના  ઝાડની નીચે બેસીને   “ગુરુત્વાકર્ષણબળનો નિયમ “ શોધી કાઢ્યો. આઈનસ્ટાઇને માત્ર કાગળ , પેન્સિલ અને  માત્ર પોતાના 160  IQ  પાવર ધરાવતા પાવરફુલ મગજનો સહારો લીધો હતો.  મિત્રો એક વાત આગાઉથી જણાવી દઉ આઈનસ્ટાઇનને ભૌતિકવિજ્ઞાનનો નોબેલ પારીતોષિક મળ્યો ખરો પણ બેશક આ થીયરી માટે નથી મળ્યો,  “ ફોટોઈલેક્ટ્રીક અસર “ માટે મળ્યો હતો. આની ચર્ચા ફરી કરીશ .. આમ જોવા જઈએ તો નોબેલ  પારીતોષિકની બાબતમા થોમસ આલ્વા એડીસન અને આઈનસ્ટાઈન બંને સરખા જ છે.    કારણ કે થોમસ આલ્વા એડીસનને નોબેલ પારીતોષિક મળ્યો જ નથી  અને આઈનસ્ટાઇનને મળ્યો તો તે “સાપેક્ષવાદ”ની કદર વિના   ........ વધુ  આવતી કાલે મનન કરજો.... તમારા ફીડબેક આવકાર્ય છે..


 ભાગ -  ૬  DATE:  27/8/2020

 

                                                            સવારની સલામ મિત્રો


   “ સાપેક્ષવાદ”ની થીયરી બ્રહ્માંડનો અદભુત પ્રવાસ કરવતી હોય તેવુ લાગે છે. “ સાપેક્ષવાદ”ની થીયરી “ ને લગભગ ૯૦૦૦ શબ્દોમા આલ્બર્ટ આઈનસ્ટાઈને ૫ કે ૬ અઠવાડીયામા તૈયાર કરી નાખી હતી.અને આજ થિયરીને સમજવા માટે વર્ષો લાગી ગયા હતા. તમે નહિ માનો આજના 21મી સદીના  સમયમાં પણ આઈનસ્ટાઈન “ જીનીયસ “ કહેવાય છે. આઇન્સ્ટાઇનનો IQ પાવર 160 ની નજીક હતો.  આલ્બર્ટ આઈનસ્ટાઈનનુ મગજ જ  તે સમયે માત્ર વિજ્ઞાનજગત હતુ. “ વિજ્ઞાન જગત શાંત હતુ, અમેરિકા અને યુરોપીય દેશોના  વૈજ્ઞાનિકો વિજ્ઞાન જગતમા હરણફાળ  ભરવા તૈયાર હતા ., પરંતુ 26 વર્ષીય આલ્બર્ટ આઈનસ્ટાઈનએ “ સ્પેશિયલ થીયરી ઓફ રીલેટીવીટી” ને લોંચ કરીને વિજ્ઞાન જગતના શાંત મોજામા મોટો  પિરામીડ નાખી દિધો હતો. અને વિજ્ઞાન જગતમા આ આંટીઘૂટી ભરેલી થીયરીએ રીતસરનો  તહેલકો  મચાવી દીધો હતો. મિત્રો “ સમય અને અંતર સાપેક્ષ છે” આ જ છે સાપેક્ષવાદ. આ બધી બાબતો સમજવા લોજીક સ્પીડવાળું રાખજો. તમારે અમુક સૂત્રો યાદ રાખજો ૧. ઝડપ =  અંતર/સમય આ સૂત્રનો સહારો આઈનસ્ટાઈને લીધો હતો.  ૩. ઘનતા= દ્ળ/કદ  4.1 પ્રકાશવર્ષ = 9.4605284 x 1012 (10 ની 12 ઘાત)  કીલોમીટર  2. પ્રકાશનો  વેગ= ૩,૦૦,૦૦૦ કિલોમીટર/સેકંડ છે. કહેવાનો મતલબ છે કે પ્રકાશ માત્ર એક સેકન્ડ્મા ૩,૦૦,૦૦૦ કિમી ( રાઉંડ ફીગર)  અંતર કાપે છે.  શુ  ભવિષ્યમા આટલા વેગ વાળુ યાન બનવાની કોઈ શક્યતા ખરી........ વધુ  આવતી કાલે મનન કરજો....તમારા ફીડબેક આવકાર્ય છે.. good morning

 


 તા.26/8/2020 ભાગ – 5 



ન્યૂટનનો જન્મ 25 ડીસેમ્બર, 1642 મા થયો હતો જયારે  આધુનિક વિજ્ઞાન જગતના મહાન ખેલાડી   આલ્બર્ટ આઈનસ્ટાઈનનો જન્મ 14 માર્ચ 1879 મા થયો હતો. અરેરે ૨૦૦+ વર્ષનો તફાવત. તમે વિચારતા હશો કે મહાન ખેલાડીને વિજ્ઞાન જગતના તે જ સમયના મેક્સ પ્લાંક, જેમ્સ જૂલ,મેરી ક્યૂરી ,જે.જે.થોમ્સન જેવા મહાન વૈજ્ઞાનિકોની સાયંટીફીક બેટીંગનો સાથ મળ્યો હશે.  તો જવાબ છે.  ના.. ના... ના...  કારણ કે આલ્બર્ટ આઈનસ્ટાઈને  પોતાનો એક નવો  ચિલો પાથર્યો હતો. આ નવો રસ્તો “ સાપેક્ષવાદ”ની થિયરી હતી જેને છેક છેક સુધી આલ્બર્ટ આઈનસ્ટાઈન સિવાય કોઈ વૈજ્ઞાનિકને લેવા દેવા ના હતો.           

ન્યૂટનની ગતિના ત્રણ નિયમો છે. (૧) ન્યૂટનની ગતિનો  પ્રથમ  નિયમ .“જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્યબળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય, તો સ્થિર અવસ્થામાં રહે છે અને અચળવેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચળવેગી ગતિ ચાલુ રાખે છે.”   

 (2)  ન્યૂટનની ગતિનો બીજો નિયમ : 

 “પદાર્થના વેગમાનમા  થતા ફેરફારનો સમય-દર તેના પર લાગતા  પરિણામી બાહ્યબળના સમપ્રમાણમા  હોય છે.

(3) ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ:

આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરૂધ્ધ દિશામા હોય છે. 

    આ ન્યૂટનની ગતિના ત્રણેય નિયમો,ગુરુત્વાકર્ષણબળ અને સાપેક્ષવાદ નો  ખરેખર જંગ હવે જામવાનો છે.

             ખરેખર ન્યૂટન VS આલ્બર્ટ આઈનસ્ટાઈન  છે.  વધુ  આવતી કાલે મનન કરજો....  THE MATCH BETWEEN Newton VS EINSTIEN    THINK ABOUT THIS ……. WHO WILL WIN    ???????  વધુ  આવતી કાલે મનન કરજો....તમારા ફીડબેક આવકાર્ય છે..


 


DATE : 25/8/2020 ભાગ – ૪   
 
“ હું ભવિષ્યનો વિચાર કરતો નથી કારણ કે હું વિચાર કરું એ પહેલા તે આવી જાય છે”    – આઈનસ્ટાઈન    
 
ધ્વનિ હન્મેશા પાણી , હવા કે બીજા કોઇ માધ્યમની સાપેક્ષે ગતિ કરતો હોય છે.
ધ્વનિ એટલે જ અવાજ....
પ્રકાશને આવી સાપેક્ષતા લાગુ પડતી નથી .માટે તે નિરપેક્ષ રહીને એકધારી ઝડપે પ્રવાસ કરે છે.  આ બધુ સમજવા માટે સૌ પ્રથમ આપણે સર આઈઝેક ન્યૂટનના ગતિના ત્રણ નિયમો અને ગુરુત્વાકર્ષણ બળ વિશે સમજવુ પડશે.  
   ગુરુત્વાકર્ષણનો  સાર્વત્રિક નિયમ : 
“ વિશ્વનો    નો  પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાના તરફ આકર્ષે છે.  બે  પદાર્થો  વચ્ચેનુ આ આકર્ષણબળ  તેમના દળના ગુણાકારના સમપ્રમાણમા અને  તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્તપ્રમાણમા હોય છે. આ બળની દિશા બન્ને પદાર્થોને જોડતી રેખાની દિશામા હોય છે “
      F=G m1m2/r2    જ્યા F = ગુરુત્વાકર્ષણ બળ , G = ગુરુત્વાકર્ષણ બળનો અચળાંક                  , m1 = પ્રથમ પદાર્થનુ દ્રવ્યમાન ,  m2= બીજા પદાર્થનુ દ્રવ્યમાન  સાદી ભાષામા  કહુ તો સૂર્યની આજુબાજુ ૮ (પ્લૂટો હવે ગ્રહ નથી )  ગ્રહો   સૂર્યના  ગુરુત્વાકર્ષણ બળને લીધે ભ્રમણ કરે છે.  તેવિ જ રીતે પ્રુથ્વી પર પાણી ગુરુત્વાકર્ષણ બળ ને લીધે ટકી રહ્યુ છે,  પ્રુથ્વી પરથી અવકાશમા મોકલેલ કુત્રીમ ઉપગ્રહો , પૃથ્વીની ભ્રમણ કક્ષાઓમા ભ્રમણ કરે છે . તે પ્રુથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે ભ્રમણ  કરે છે.  વધુ  આવતી કાલે મનન કરજો....તમારા ફીડબેક આવકાર્ય છે..

મંગળવાર, 9 મે, 2023

                                    ભાગ – ૩      DATE : 24/82020 

 

“સાપેક્ષવાદ” જટીલ વિષય છે. આપણી “comoonsense”  ની બહારનો વિષય છે. છતા પણ સમજવો તો પડશે જ.

કારણ કે  યાન અવકાશમા જવુ , મોબાઈલ પર વાત થવિ , ઈંટરનેટ નો ઉપયોગ શુ  આ બધુ એક  આલ્બર્ટ આઈનસ્ટાઈનએ ગોઠવેલી માયજાળ તો નથી ને.......

અંતર અને  સમય એકબીજાની સાપેક્ષે છે. તે સમજવા “ સાપેક્ષવાદ” નો સહારો લેવો જ રહ્યો મિત્રો.

કહેવાનો મતલબ એ છે કે  ઝડપ  વધે તો સમય ઘટે છે અને સમય વધે તો   ઝડપ ઘટે છે.

 ન્યૂટનના સિધ્ધાંતો લોજીકલ અને થીયરીકલ એક્દમ ટકોરાબંધ ૧૦૦% સાચા જ લાગતા હતા.  જ્યારે આલ્બર્ટ આઈનસ્ટાઈનની થીયરી એક કલ્પનાતીત હોલીવુડની ફિલ્મ જેવિ લાગતિ હતી.

સર આઈઝેક ન્યૂટને કહ્યુ હતુ કે  પ્રકાશની ગતિ તેના સ્ત્રોતો પર અવલંબે છે. જ્યારે આલ્બર્ટ આઈનસ્ટાઈનએ કહ્યુ હતુ કે “ પ્રકાશની ગતિ અફર છે “ પ્રકાશની ગતિમા કોઇ ફેર પડતો નથી. પ્રકાશને પ્રસરવા હવા , પાણી કે શૂન્યાવકાશ જેવા માધ્યમની જરૂર પડતી નથી જ્યારે ધ્વનીને  પ્રસરવા માટે ઉપરના બધા જ માધ્યમની આવશ્યકતા છે જ.  વધુ  આવતી કાલે મનન કરજો.... 

 


 – ૨       DATE: 23/8/2020


“ હુ કશુ જ શિખવતો નથી , હુ સંજોગો જ એવા પેદા કરુ છુ કે વિધ્યાર્થીઓ શિખે” – આઈનસ્ટાઈન 

પ્રકાશ એ કણોનો સમૂહ છે. શુ ત્રિપરીમાણીય (THREE DIMENTION) મા  આપ્ણે જીવિએ છીએ તો શુ ચોથુ પરીમાણ સમય છે જ ?

સમય અને ગતિ નો સંબંધ “સાપેક્ષવાદ”ને ઉતેજન આપે છે.    ઝડપ = અંતર/સમય 

“ગુરુત્વાકર્ષણબળના નિયમ ” સર આઈઝેક  ન્યૂટને આપ્યો હતો. પરંતુ  ગુરુત્વાકર્ષણના નિયમોની પાછળ સમય સાપેક્ષ રીતે કામ કરે  છે . શુ આજ સાપેક્ષવાદ છે ???    મિત્રો આવા ઘણા  પ્રશ્નો મગજમા આવે છે. 

સર આઈઝેક ન્યૂટન અનુસાર  સમય તટસ્થ  છે. પરંતુ આલ્બર્ટ આઈનસ્ટાઈનની લોજીકલ થીયરી અનુસાર સમય વધે છે અને ઘટે છે. એટલે કે સમય વેરીએબલ છે.  

સમગ્ર બ્રહ્માંડને જકડી રાખતુ એક બળ છે. તે છે ગુરુત્વાકર્ષણ બળ . આલ્બર્ટ આઈનસ્ટાઈન  REALITIVITY ( સાપેક્ષવાદ) થીયરી દુનિયા  સમક્ષ લાવ્યા ત્યારે  ૨૦૦ વર્ષના ન્યૂટનના નિયમો કડડડ   તૂટીને ભસ્માસૂર થઈ ગયા હોય એવુ લાગ્યુ હતુ .

શુ ટાઈમશિન નામનુ કોઈ યંત્ર બનશે ? જે તમને ટાઈમટ્રાવેલ કરાવિ શકે ? શુ છે સમય યાત્રા ?

“ સમય યાત્રા” , કરાવનાર અંતરીક્ષ યાન બનશે ખરુ કે જેની સ્પીડ પ્રકાશની ગતિ કરતા પણ વધુ હોય.  

વધુ  આવતી કાલે મનન કરજો.... 


                 ભાગ  - ૧    DATE:  22/8/2020 


એક મહાન વૈજ્ઞાનિકએ બ્રહ્માંડના  ગૂઢ રહસ્યો ઉકેલવા સાપેક્ષવાદનો  જે નિયમ આપ્યો. આ નિયમને કાંતો પ્રભુ    સમજી શક્યા  અથવા તો  ખુદ આલ્બર્ટ આઈનસ્ટાઈન ... એવુ  કહેવાય છે.

સમય ,અંતર ,સ્પેશટાઈમ ,બ્લેકહોલ ,ફોટોઇલેક્ટ્રીક ઇફેક્ટ,ગુરુત્વાકર્ષણબળ , E = MC2    અર્થાત ઉર્જા = દ્રવ્યમાન x  પ્રકાશના વેગનો વર્ગ 

વગેરે જેવા શબ્દો સમજવા અઘરા છે  પરંતુ અશક્ય નથી.

આ શબ્દો સમજવા ભૌતિક વિજ્ઞાન અને ગણીતશાસ્ત્ર  જેવા વિષયોમા ડૂબી જવુ પડશે. 

“ દ્રવ્ય અને ઉર્જા એક સિક્કાની  બે બાજુઓ  છે ” આ સમગ્ર બ્રહ્માંડ્મા પવન , પાણી અને સુર્યપ્રકાશ અસ્તિત્વ ધરાવે છે.    પવન , પાણી અને સૂર્યપ્રકાશ દરેક દ્રવ્યમા ઉર્જા રહેલી રહેલી છે. વધુ  આવતી કાલે મનન કરજો.... 


આલ્બર્ટ  આઈનસ્ટાઈનનો સાપેક્ષવાદ મારા નજરેથી...............
 
સૌ પ્રથમ તો મારા મતે સદીઓના મહાન વૈજ્ઞાનિકો  થોમસ આલ્વા એડીસન અને આલ્બર્ટ આઈનસ્ટાઈનને મારા શત શત પ્રણામ ......જેમને  દુનિયાનો આખો  નકશો જ બદલી કા...  દુનિયાને  આ વૈજ્ઞાનિકોએ  ઘણુબધુ આપિ દિધુ    આલ્બર્ટ એક મહાન સૈધ્ધાંતિક વૈજ્ઞાનિક કહેવાયા  જ્યારે એડીસન એક મહાન સંશોધક  તરિકે દુનિયામા  યાદ રખાયા .......   મારા વિચારો આ સમયે પ્રગટ કરતા  મને અનહદ આનંદ થાય છે....

સોમવાર, 8 મે, 2023

...રસિયો રૂપાળો રંગરેલીયો....ઘેર જવું ગમતું નથી...(2) ...હે મારે છે માથે છે ....ભણતરનો ભાર રે...ઘેર જવું ગમતું નથી....(2) ... રસિયો રૂપાળો રંગરેલીયો....ઘેર જવું ગમતું નથી...(2) ...હે મને ગણિતના કોયડાનો શોખ રે .... ઘેર જવું ગમતું નથી...(2) ... રસિયો રૂપાળો રંગરેલીયો....ઘેર જવું ગમતું નથી...(2) ...હે મને શાળાએ શીખવાનો શોખ રે....ઘેર જવું ગમતું નથી...(2) ... રસિયો રૂપાળો રંગરેલીયો....ઘેર જવું ગમતું નથી...(2) ...હે મને શાળાએ રમવાનો શોખ રે...ઘેર જવું ગમતું નથી...(2) ... રસિયો રૂપાળો રંગરેલીયો....ઘેર જવું ગમતું નથી...(2) ...હે મને શાળામાં વાંચનનો શોખ રે...ઘેર જવું ગમતું નથી...(2) ... રસિયો રૂપાળો રંગરેલીયો....ઘેર જવું ગમતું નથી...(2) ...હે મને શાળામાં લેખનનો શોખ રે...ઘેર જવું ગમતું નથી..(2) ... રસિયો રૂપાળો રંગરેલીયો....ઘેર જવું ગમતું નથી...(2) ...હે મને શાળામાં ગણનનો શોખ રે..ઘેર જવું ગમતું નથી...(2) આ રચનામાં...મેં વધારો કરેલ છે...જય શિક્ષણ....જય શિક્ષણ જય શિક્ષણ....જય શિક્ષણ
....... બ્રહ્માંડ..... આકાશમાં વિસ્તારો છો મારો કોઈ અંત નથી ધરતીનો છેડો ઘર કહેવાય પણ મારો કોઈ છેડો નહીં ઉપર આ ભણે નીચે ધરતી પણ મારો કોઈ છેડો નથી તે આપ એટલે જ બ્રહ્માંડ બોલો પૃથ્વી તથા ધરતી કે આકાશ મોટો બોલો કોણ મોટું તારાઓ મારામાં 10ની 22 ઘાત રહેલા છે મારામાં અસંખ્ય આકાશગંગાઓ રહેલી છે મંદાકિની આકાશગંગા પૃથ્વી રહેલી છે સૂર્ય જેવા ઘણા તારા રહેલા છે સૂર્ય સૌથી તેજસ્વી તારો નથી સૂર્ય કરતાં પણ તેજસ્વી તારાઓ રહેલા છે સૂર્યની ફરતે આઠ ગ્રહો ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરે છે તથા બ્રહ્માંડમાં એક જ ગ્રહ પર સજીવ સૃષ્ટિ છે તથા માનવ વસવાટ માત્ર પૃથ્વી પર છે હું એવો છું જ્યાં હવા નથી શૂન્યાવકાશ છે સાયરસ નામનો તારો સૌથી તેજસ્વી છે ધ્રુવ નામનો તારું ઉત્તર દિશા બતાવે છે પૃથ્વી પરની માનવ જાતે કુત્રિમ ઉપગ્રહો ઉપવાસમાં મોકલ્યા છે વિશ્વનો સૌપ્રથમ ઉપગ્રહ સ્પુટનિક...1 ...રશિયાએ મોકલ્યો હતો.... તથા વિશ્વનો પ્રથમ અવકાશયાત્રી યુરી ગાગરિન રશિયાના હતા.... પ્રથમ ભારતીય પુરુષવકાશયાત્રી રાકેશ શર્મા હતા પ્રથમ ભારતીય મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલા હતા અમેરિકાના પ્રથમ મહિલા અવકાશયાત્રી વેલેન્ટિના ટેલિસ્કો હતા.......... બ્રહ્માંડ..... આકાશમાં વિસ્તારો છો મારો કોઈ અંત નથી ધરતીનો છેડો ઘર કહેવાય પણ મારો કોઈ છેડો નહીં ઉપર આ ભણે નીચે ધરતી પણ મારો કોઈ છેડો નથી તે આપ એટલે જ બ્રહ્માંડ બોલો પૃથ્વી તથા ધરતી કે આકાશ મોટો બોલો કોણ મોટું તારાઓ મારામાં 10ની 22 ઘાત રહેલા છે મારામાં અસંખ્ય આકાશગંગાઓ રહેલી છે મંદાકિની આકાશગંગા પૃથ્વી રહેલી છે સૂર્ય જેવા ઘણા તારા રહેલા છે સૂર્ય સૌથી તેજસ્વી તારો નથી સૂર્ય કરતાં પણ તેજસ્વી તારાઓ રહેલા છે સૂર્યની ફરતે આઠ ગ્રહો ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરે છે તથા બ્રહ્માંડમાં એક જ ગ્રહ પર સજીવ સૃષ્ટિ છે તથા માનવ વસવાટ માત્ર પૃથ્વી પર છે હું એવો છું જ્યાં હવા નથી શૂન્યાવકાશ છે સાયરસ નામનો તારો સૌથી તેજસ્વી છે ધ્રુવ નામનો તારું ઉત્તર દિશા બતાવે છે પૃથ્વી પરની માનવ જાતે કુત્રિમ ઉપગ્રહો ઉપવાસમાં મોકલ્યા છે વિશ્વનો સૌપ્રથમ ઉપગ્રહ સ્પુટનિક...1 ...રશિયાએ મોકલ્યો હતો.... તથા વિશ્વનો પ્રથમ અવકાશયાત્રી યુરી ગાગરિન રશિયાના હતા.... પ્રથમ ભારતીય પુરુષવકાશયાત્રી રાકેશ શર્મા હતા પ્રથમ ભારતીય મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલા હતા અમેરિકાના પ્રથમ મહિલા અવકાશયાત્રી વેલેન્ટિના ટેલિસ્કો હતા...
………….લડી લેવું છે...... ………….લડી લેવું છે...... લડી લેવું છે ...લડી લેવું છે.....લડી લેવું છે......ગણિત સાથે લડી લેવું છે....માથાઝીક કરી લેવી છે....ફરી એકવાર રામાનુજમ બની લેવું છે.....ગણિત સાથે લડી લેવું છે....સરવાળા અને બાદબાકી જીવનમાં ઘણી કરી ..... ફરી એકવાર લડી લેવું છે.......ગુણાકાર ઓછા થયા અને ભાગાકાર વધુ થયા....છતાં પણ ફરી એકવાર ધો...11 થી 12 ના ગણિત સાથે લડી લેવું છે....ન્યૂટન પાકા ગણિતશાસ્ત્રી અને આઈનસ્તાઈન પણ પાકા ........ જન્મ થયો ગણિત નો ભારતમાં...........આર્યભટ્ટ અને રામાનુજમ .....ભાસ્કરાચાર્ય.......અહિયાં જ સંઘર્ષ કરીને ગણિતને મહાન બનાવ્યું.........કયા-ક્યા ખોવાઈ ગયું.......ક્યા ખોવાઈ ગયું.... ક્યા ખોવાઈ ગયું.....એ મારું ગણિત........વિદેશીઓએ અપનાવી લીધું........ મેં ‌તરછોડી દીધુ.....0 ના એ શોધક આર્યભટ્ટના સન્માનમાં ઉપગ્રહ મોકલી દીધો અવકાશમાં .......લડી લેવું છે......લડી લેવું છે.......રામાનુજમ “અનંતનો અંતેવાસી” ક્યા ખોવાઈ ગયા........ભારતે 0(શૂન્ય ) આપ્યું....ક્યા ખોવાઈ ગયા એ રામાનુજમ........અંકગણિતનો બાદશાહ ક્યા ખોવાઈ ગયા.........લડી લેવું છે.....લડી લેવું છે...આંકડાની માયાજાળ ફરી એકવાર ગોઠવવી છે......એજ મહાભારતના શકુનીએ જેને ગણિતમાં ભ્રષ્ટાચાર કર્યો ........લડી લેવું છે ......લડી લેવું છે......શકુંતલાદેવી ભારતનું “હ્યુમન કોમ્પ્યુટર”..........મગજની ચાલો ફરી એકવાર ગોઠવી લેવી છે...એકવાર રામાનુજમની યાદમાં ગણિત સાથે લડી લેવું છે..17-03-2023 ......રામાનુજમ અંક ......1729 .....
1. મધમાખી ડંક મારવાથી - મિથેનોઇક એસિડ અને જ ફોર્મિક એસિડ કહે છે 2. પીવાનું પાણી શુદ્ધ કરવા શેનો ઉપયોગ કરવામાં આવે છે - ક્લોરિન 3. ફ્રીજમાં કયો વાયુ - ક્લોરોફ્લોરો કાર્બન 4. જવાળામુખી માંથી કયો વાયુ નીકળે છે - So૨ સલ્ફર ડાયોક્સાઈડ 5. આગ ઓલવવા - કાર્બન ડાયોક્સાઈડ 6. કાંસુ કયા મિશ્રણ વાયુ થી બને છે - કોપર + ટીન 7. સલ્ફર નો પરમાણુ ક્રમાંક – 16 કાર્બન નો – 6, હાઈડ્રોજન -1, હિલિયમ – 2, લિથિયમ – 3,ઓકસીજન—8 8. દીવાસળી અને જંતુ નાશક દવાઓ બનાવવા માટે - ફોસ્ફરસ 9. 👉સૌ પ્રથમ પરમાણુ નો ઉપયોગ :-જે જે થૉમસન 10. 👉પરમાણું કેન્દ્ર :- રૂથર ફોર્ડ 11. 👉પરમાણુ કેન્દ્ર મા ન્યૂટ્રોન ની હાજરી :- જે. ચેંડવિક 12. 👉ઇલેક્ટ્રોન ની શોધ:- જે જે થૉમસન 13. 👉પરમાણુનું આધુનિક નમૂનો :-નિલ્સ બોહર 14. 👉હાઇડ્રોજન - હેનરી કેવેન્ડિશ 15. 👉નાઇટ્રોજન - ડેનિયલ રુધરફોર્ડ 16. 👉કાર્બન ડાયોકસાઈડ - જોસેફ બ્લેક 17. 👉ઓક્સિજન - જોસેફ પ્રિસ્ટલી 18. સૌથી ભારે પ્રવાહી =》પારો 19. સૌથી હલકુ તત્વ =》હાઈડ્રોજન 20. સૌથી ભારે તત્વ =》યુરેનિયમ 21. સૌથી સખત ધાતુ =》ઈરેડિયમ 22. રસાયણો નો રાજા =》સલ્ફ્યુરીક એસિડ 23. પ્રોટીન નો બંધારણીય એકમ =》એમિનો એસિડ 24. હાસ્ય વાયુ =》નાઈટ્રેસ ઓક્સાઈડ 25. અફીણ માં રહેલુ ઝેરી દ્રવ્ય =》મોર્ફિન 26. પીળો ફોસ્ફરસ :- પાણીમાં ડુબાડી રાખવામાં આવે 27. સોડિયમ :- કેરોસીનમાં ડુબાડી રાખવામાં આવે 28. મીઠું 👉 રસોઇ બનાવવામાં 👉 ખોરાકની સુકવણી લાંબો સમય રાખવા 29. ખાવાનો સોડા👉 અગ્નિશામક ઉપકરણમાં 👉 અસિડિટીની દવા બનાવવામાં 👉 રસોઇ બનાવવામાં 30. ધોવાના સોડા👉 ચીકાશ દુર કરવાં 👉 સખત પાણીને નરમ બનાવવામાં 31. એસ્પીરીન શોધ કોને કરી 👉 ડ્રેસર 32. પારાને બાળીને ઔષધં તરીકે ઉપયોગ કરવાની રીત શોધનાર પ્રાચીન ભારતના વૈજ્ઞાનિક કોણ 👉 નાગાર્જુન 33. ધાતુઓની ઑક્સિજન સાથે પ્રક્રિયા થવાથી ધાતુના કયા પ્રકારનાં સંયોજનો બને છે 👉ઑક્સાઇડ 34. ચૂનાના નીતર્યા પાણીમાં સ્ટ્રૉની મદદથી ફૂંક મારતા દ્રાવણનો રંગ કેવો થાય છે 👉દૂધિયો 35. સલ્ફ્યુરિક ઍસિડના ઉત્પાદનમાં ક્યો વાય જરૂરી છે 👉ઑક્સિજન o 🎯 ખનિજ કોલસો અને ખનિજ તેલ 🎯 1. કોલસાના રૂપાંતરની પ્રાથમિક અવસ્થા કઈ છે - પીટ 2. કોલસાનું પરિપક્વ સ્વરૂપ કયું છે - એન્થ્રેસાઈટ 3. કયા પ્રકારનો કોલસો સળગે ત્યારે ધુમાડો કે વાસ ઉત્પન્ન થતાં નથી - એન્થ્રેસાઈટ 4. ખનીજ કોલસાના બંધારણમાં મુખ્ય ઘટક તરીકે કયું તત્વ હોય છે - કાર્બન 5. એન્થ્રેસાઈટમાં કાર્બનનું પ્રમાણ લગભગ કેટલું હોય છે - 94-98 %

♦️પૃથ્વી વિશે જાણી ➖ અજાણી વાતો ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 👉 વૈજ્ઞાનિકોના મત મુજબ, પૃથ્વીની કુલ ઉંમર 4.6 અબજ વર્ષો હોવાનો અંદાજ છે 👉 સૂર્યમંડળમાં, પૃથ...