ભાગ – 35 06/11/2020
ફોટોઈલેક્ટ્રીક અસર
બોરોન પાસે પાંચમા ઈલેક્ટ્રોન માટે જગ્યા છે. અને આવા પાંચમા નંબરના ઈલેક્ટ્રોન અબજોની સંખ્યામા છે. આ માટે બોરોન ધાતુ પસંદ કરવામા આવી છે. બોરોન પાસે 5 મા નંબરના ઈલેક્ટ્રોનને સમાવવા માટે જગ્યા છે. આ રમત બોરોન અને ફોસ્ફરસ વચ્ચેની છે. આ રમત માટે જ બોરોન અને ફોસ્ફરસની પસંદગી કરવામા આવી છે. બોરોનની e રચના (2,3) હોવાથી સિલિકોનના ચાર e સાથે બંધ બેસે છે. અને એક ઈલેક્ટ્રોન માટે જગ્યા ખાલી છે. તેવી જ રીતે ફોસ્ફરસની સાથે સિલિકોનના 4 ઈલેક્ટ્રોન બંધ બેસે છે. જ્યારે ફોસ્ફરસના પાંચમા ઈલેક્ટ્રોનને બેસાડવો તો ક્યા બેસાડવો ? તે એક મોટો સવાલ છે. અને બોરોન આ પાંચમા ઈલેક્ટ્રોન માટે જગ્યા કરી આપે છે. આ કારણથી જ બોરોન અને ફોસ્ફરસને સોલરસેલ બનાવવા માટે પસંદ કરવામા આવ્યા છે. સોલરસેલના ઉપલા થરમા જ્યા ફોસ્ફરસનો છંટકાવ કરવામા આવ્યો છે ત્યા અબજો ઈલેક્ટ્રોન ફાજલ પડે છે. તથા આ ફાજલ પડેલા ઈલેક્ટ્રોન કોઈક “ હૉલ”મા ફીટ થવા માટે આમ-તેમ રખડ્યા કરે છે. હવે આપણે જાણીએ છીએ કે ઈલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે. પરીણામે ઉપરનો થર નેગેટીવ ( ઋણવીજભારીત) થઈ જાય છે .જેને N – ટાઈપ સિલિકોન કહેવાય છે,
વધુ આવતી કાલે મનન કરજો...તમારા ફીડબેક આવકાર્ય છે..

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો