ભાગ – 13 DATE: 3/9/2020
દરેક માણસ જીનીયસ છે, પરંતુ કોઈ માછલીને તેની ઝાડ પર ચઢવાની યોગ્યતાથી જજ કરશો તો તે પોતાનુ આખુ જીવન એમ વિચારીને જીવશે કે તે મૂર્ખ છે - આલ્બર્ટ આઈનસ્ટાઈન
ન્યૂટન vs આઈનસ્ટાઈન ..........., આમ તો ક્રીકેટમા પ્રથમ બેટીંગ લેનારી ટીમની જીતની શક્યતા 70% વધી જાય છે.કારણ કે પ્રથમ બેટીંગ લીધા પછી રણ બનાવાનુ દબાણ હોતુ નથી. આ નિયમ અહી પણ લાગુ પડે છે. પરંતુ આ મેચમા “ આઈનસ્ટાઈન”એ ન્યૂટનને બોલીંગ અને બેટીંગ એમ બન્ને દાવમા હંફાવી દીધા છે. અને આખરે 200+ વર્ષ પછી “ આઈનસ્ટાઈન” એ બીજા દાવમા ન્યૂટનના પ્રત્યેક દડાને સિક્સરમા ફેરવી દીધી છે. ન્યૂટનને ઘણા બોલરો અને બેટ્સમેનોનો ફાયદો થયો હતો. પણ અહી “ ગ્રેટ બેટ્સમેન ઓફ ફીઝિક્સ “ એકલા હાથે મેચ જીતી રહ્યા હોય એવુ લાગે છે.”
ન્યૂટનના બ્રહમાંડમા પ્રકાશના વેગ કરતા પણ વધુ ગતિ મેળવો તો પ્રકાશના કીરણોને
“ ઓવરટેક “ કરી શકાય છે.એટલે કે પ્રકાશવેગ કરતા પણ વધુ ઝડપ મેળવી શકાય છે “
જ્યારે “ આઈનસ્ટાઇનના બ્રહ્માંડમા કોઈ પણ પદાર્થ ગમે તેટલો ઝડપી બને તોય પકાશવેગ કરતા વધુ ઝડપ મેળવી શકે નહી. પ્રકાશવેગ કરતા વધુ ઝડપ મેળવવી હોય તો અખૂટ ઉર્જાના જ્થ્થાની જરૂર પડે છે. અને તેવા અવકાશયાનની પણ જરૂરીયાત ઉભી થાય. માટે, પ્રકાશને ઓવરટેક કરવો શક્ય નથી.............
વધુ આવતી કાલે મનન કરજો...તમારા ફીડબેક આવકાર્ય છે..

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો