ભાગ – 26 DATE: 19/9/2020
E =mC2
નિલ્સ બોહરનુ પરમાણૂ મોડેલ : નીલ્સ બોહરનાં પરમાણૂમોડેલની વિશેષતાઓ
પરમાણુકેન્દ્રની આસપાસ ભ્રમણ કરતા ઈલેક્ટ્રોન કોઈ ચોક્કસ કક્ષાઓમાં જ ભ્રમણ કરે છે.
ઈલેક્ટ્રોન ધરા અવસ્થામાં હોય ત્યાં સુધી કોઈ ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. પરમાણુને બહારથી ઉર્જા આપવામાં આવે તો ઈલેક્ટ્રોન ધરા અવસ્થા કરતા ઊંચી ઉર્જા ધરાવતી કક્ષામાં કૂદકો મારીને સ્થાનાંતર કરે છે.
લીઝ માઈટનર નામની મહિલા વૈજ્ઞાનિક મેથેમેટિકલ ગણતરીમાં પાવરફૂલ હતી. યુરેનિયમ-235 નાં પરમાણુકેન્દ્રમાં 92 પ્રોટોન છે. એક બાહ્ય ન્યૂટ્રોનનો ઉમેરો થતા જ કેન્દ્ર સ્થીર રહેતું નથી. અને ન્યૂટ્રોન પ્રોટોનમાં ફેરવાતા જ કેન્દ્રનો ધનવિજભાર વધે છે. અને વીસ કરોડ ev જેટલી ઉર્જા પેદા થાય છે. એક ભાગ બેરીયમ + બીજો ભાગ ક્રીપ્ટન + બે ન્યૂટ્રોન છૂટા પડે છે. લીઝ માઈટનરે ગણતરી માંડી કે વિભાજન પામતા પરમાણુનું કુલ દળ એ પરમાણુનાં ઓરીજીનલ દળ કરતા 5 માં ભાગ જેટલું ઓછું હોવું જોઈએ.
ગૂમ થતો પદાર્થ ક્યા ગયો ? આ ગૂમ થયેલો પદાર્થ ઉર્જામાં ફેરવાઈ ગયો. માટે પેદા થતી ઉર્જાનું પ્રમાણ પણ અખૂટ હતું. આમ, અણુનો ભેદ ખૂલી ગયો. આલ્બર્ટ આઇનસ્ટાઈને “ E = mC2 “
સૂત્રને તો માત્ર એક સૂત્ર તરીકે જ “ સ્પેશીયલ થીયરી ઓફ રીલેટીવીટી “ માં લખેલું. પરંતુ આ નાનકડું સૂત્ર દુનિયાનું સૌથી મોટું સૂત્ર બની ગયું.
વધુ આવતી કાલે મનન કરજો...તમારા ફીડબેક આવકાર્ય છે..

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો