ભાગ – 7 DATE: 28/8/2020
સમય શુ છે ? WHAT IS TIME ? WHAT IS SPACE ? આપણે ત્રીપરીમાણમા જીવન ગાળીએ છીએ. દરેક વસ્તુને ત્રણ પરીમાણ હોય છે. લંબાઈ , પહોળાઈ , ઉંચાઈ . આઈનસ્ટાઈનનુ ચોથુ પરીમાણ મિત્રો “ સમય ” છે. આપણે ભૂતકાળ , ભવિષ્યકાળ , વર્તમાનકાળમા માનીએ છીએ, આવુ કશુ જ નથી. આપણે માનીએ છીએ કે સમય આપણી નજર સામેથી પસાર થાય છે. ના,આપણે સમયમાથી પસાર થઈએ છીએ. ન્યૂટનની ધારણાનો સમય બ્રહ્માંડમા દરેક જગ્યાએ સરખો છે. એક અલગ વિચારધારા ધરાવતા વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈનસ્ટાઇન અનુસાર “ સમય નોર્મલ વસ્તુ નથી ,અવકાશમા સમય ધીમો પડે છે. સત્ય છે કે “ ગુરૂ ગ્રહ , પૃથ્વી કરતા ઘણો મોટો છે , માટે ગુરૂ ગ્રહ પરનુ ગુરુત્વાકર્ષણબળ તે પ્રુથ્વી પરના ગુરૂત્વાકર્ષણબળ કરતા વધારે છે. માટે ત્યા ગુરુત્વાકર્ષણબળ વધુ હોવાથી સમય ધીમો પડે છે.મિત્રો સમય પૃથ્વી પર તટસ્થ છે. અવકા શ અને સમયનો સંબધ એટલે જ “ સ્પેશટાઈમ ‘. કોપરનિકસએ કહ્યું “ સૂર્યની આજુબાજુ બધા જ ગ્રહો ભ્રમણ કરે છે “ ન્યૂટનને તો કદાચ “ કોપરનિક્સના ગ્રહોની ગતિના નિયમો “ આનોય સહારો મળ્યો . સફરજનના ઝાડની નીચે બેસીને “ગુરુત્વાકર્ષણબળનો નિયમ “ શોધી કાઢ્યો. આઈનસ્ટાઇને માત્ર કાગળ , પેન્સિલ અને માત્ર પોતાના 160 IQ પાવર ધરાવતા પાવરફુલ મગજનો સહારો લીધો હતો. મિત્રો એક વાત આગાઉથી જણાવી દઉ આઈનસ્ટાઇનને ભૌતિકવિજ્ઞાનનો નોબેલ પારીતોષિક મળ્યો ખરો પણ બેશક આ થીયરી માટે નથી મળ્યો, “ ફોટોઈલેક્ટ્રીક અસર “ માટે મળ્યો હતો. આની ચર્ચા ફરી કરીશ .. આમ જોવા જઈએ તો નોબેલ પારીતોષિકની બાબતમા થોમસ આલ્વા એડીસન અને આઈનસ્ટાઈન બંને સરખા જ છે. કારણ કે થોમસ આલ્વા એડીસનને નોબેલ પારીતોષિક મળ્યો જ નથી અને આઈનસ્ટાઇનને મળ્યો તો તે “સાપેક્ષવાદ”ની કદર વિના ........ વધુ આવતી કાલે મનન કરજો.... તમારા ફીડબેક આવકાર્ય છે..

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો