ભાગ – 24 DATE: 17/9/2020
E =mC2
અમુક જાતના પદાર્થો કુદરતી રીતે ઉર્જાનું ઉત્સર્જન કરે છે. દાત. મેરી ક્યૂરી અને પિયરી ક્યૂરીએ રેડિયમની શોધ કર્યા પછી આ પૂરાવો મળી ચૂક્યો હતો.
રેડીયમ પોતે ઉર્જાનો પ્રવાહ સતત આપતું હોવા છતાં પદાર્થના દળમાં કોઈ ઘટાળો થતો ન જોવા મળ્યો હતો. એટલે કે, સૂક્ષ્મ પદાર્થમાં પણ અખૂટ ઉર્જા ભરેલી છે. what’s element ? તત્વ એટલે શું ? એક સરખા પરમાઓણુઓનુ બનેલું માળખું. તત્વના પાયાનો એકમ પરમાણુ છે. પરમાણુ → અણુ → તત્વ → સંયોજન → મિશ્રણ આ રસાયણશાસ્ત્રની શ્રુંખલા છે.
હાઈડ્રોજન સળગી ઉઠે છે અને ઓક્સિજન વાયુ દહનપોષક છે.
હાઈડ્રોજન + ઓક્સિજન → પાણી જ્યારે હાઈડ્રોજન અને ઓક્સીજન સંયોજાય છે ત્યારે પાણી બને છે. અને પાણી તટસ્થ દ્રાવણ છે. બંને તત્વો પોતાના મૂળભૂત ગુણધર્મો ગુમાવી ચૂક્યા હોય છે. અહી , અર્નેસ્ટ રૂથરફોર્ડ , ઇટાલીના એનરીકો ફર્મી જેવા વૈજ્ઞાનિકો પરમાણુકેન્દ્ર પરના પ્રયોગો કરવામાં સફળ રહ્યા હતા. એનરીકો ફર્મી જે અણુબોંબનાં શિલ્પી કહેવાય છે. એનરીકો ફર્મીએ 38 મુ તત્વ “ યુરેનિયમ ” પર પોતાનો પ્રયોગ શરૂ કર્યો હતો. એનરીકો ફર્મીનો મૂળભૂત પ્રયોગ હતો , અણુ અભેદ છે. તેને તોડી શકાતો નથી. તેજ વિચારનો નાશ કરવો. મતલબ કે અણુનું વિખંડન કરવું. પરમાણુકેન્દ્રને તોડવું.
વધુ આવતી કાલે મનન કરજો...તમારા ફીડબેક આવકાર્ય છે..

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો