ભાગ – 23 DATE: 15/9/2020
E =mC2
અગાઉ પણ એન્ટોની લેવોઝિએ લોખંડની ધાતુ પર પ્રયોગ કર્યો હતો. લોખંડને કાટ લાગવાથી તેના વજનમાં વધારો થાય છે. તેવું અનુમાન લગાવ્યું હતું. આઈનસ્ટાઈને માત્ર E = m લખ્યુ નથી. પણ, m ની સાથે “ પ્રકાશવેગ વર્ગ” લગાવ્યું હોવાથી આ સૂત્ર શક્તિશાળી બન્યું. 1 gm પદાર્થ પણ 2,૫૦,૦૦૦,૦૦૦ કિલોવોટ – કલાક જેટલી ઉર્જામાં રૂપાંતર પામી શકે છે. જો ઉર્જાને પાછો પદાર્થમાં ફેરવો તો પણ 1 gm પદાર્થ બની શકે છે. આજ છે “ equation of the whole space “
દાત. માનો કે કોઈ પદાર્થ 3 ગ્રામ હોય તો 3 gm = 0.003 Kg
E = mC2
E = (0.003 Kg) x ( 30,00,00,000) નો વર્ગ
E = 2.7 X 10 ની 14 ઘાત જૂલ
અહી C = 3,00,000 Km/sec પરંતુ 1 Km = 1000 m માટે C = ૩૦,૦૦,૦૦,૦૦૦ m/ sec થાય.
આટલી ઉર્જા છૂટી પડે. અહી ઉષ્મા / ઉર્જાનો એકમ જૂલ છે. અહી પદાર્થ એટલે પ્લાસ્ટિક, કાગળ ,લોખંડ, લાકડું કે ચોક પણ ખરો. સવાલ એ છે કે આમાંથી પણ ઉર્જા મેળવી શકાય ? આ સવાલ “ ૧૯૦૫ માં વિશીષ્ટ સાપેક્ષવાદ” ની થીયરી લખતી વખતે આ મહાન વૈજ્ઞાનિકનાં મગજમાં ઉદભવ્યો ન હતો. કેમ કે , તે સમયે પદાર્થના અણુના બંધાંરણ વિશે કોઈ જાણકારી ખાસ ન હતી.
વધુ આવતી કાલે મનન કરજો...તમારા ફીડબેક આવકાર્ય

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો