ભાગ – 16 DATE: 6/9/2020
જય વિજ્ઞાન , જય વિજ્ઞાન ,જય વિજ્ઞાન..........
આઈનસ્ટાઈનના સૂત્રમા E = mc2 ( c2 = પ્રકાશના વેગના વર્ગ ) અહી પણ c = પ્રકાશનો વેગ અહી પણ ટપકી પડ્યો છે. અહી, બ્રહ્માંડમા માત્ર પ્રકાશનો વેગ જ નિરપેક્ષ છે. જ્યારે આ માયાવી દુનિયામા ટાઈમ અને સ્પેશ એકબીજાને સાપેક્ષ છે. કોઈ પણ પદાર્થને ઉષ્મા આપવાથી તેના અણુઓની ગતિઉર્જામા વધારો થાય છે. આ 100% સત્ય વાત છે. પદાર્થના તાપમાનમા વધારો થવાથી તેના અણુઓની ગતિમા વધારો થાય છે. આજ પદાર્થને એક દમ ઠંડો પાડવામા આવશે એટલે કે -273.15 C તાપમાને ઠંડો પાડવામા આવે તો બધી જ ઉર્જા નાબૂદ થઈ જાય છે. એટલે કે પદાર્થની ગતિઉર્જા શૂન્ય થઈ જાય છે. પદાર્થ કંપન કરવાનુ બંધ કરી દે છે.
એક બાબત વિચારી લઇએ : “ પૃથ્વી પરથી અવકાશમા પહોચતુ યાન ગુરૂત્વાકર્ષણને ભેદીને આકાશમા પહોચે છે. પરીણામે , ઉર્જાની ખપત થાય છે. પરંતુ , જ્યારે આ જ યાન અવકાશમાથી પરત પૃથ્વીના વાતાવરણમા દાખલ થાય છે, ત્યારે અવકાશયાનની ગતિ વધી જતી હોય છે. પૃથ્વીનુ ગુરૂત્વાકર્ષણબળ યાનને પોતાના તરફ ખેંચે છે.
વધુ આવતી કાલે મનન કરજો...તમારા ફીડબેક આવકાર્ય છે..

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો