ભાગ – 19 DATE: 10/9/2020
E =mC2
જ્યારે, આઈનસ્ટાઈને પોતાના જીવનની અંતિમ ક્ષણોમા હતા. એપ્રિલ – 18 . 1955 ના દિવસે આઈંસ્ટાઈને આ માયાવી દુનિયામાથી વિદાય લીધી . આજનો આ લેખ વિશ્વમા ખૂબ જ ચવાઈ ગયેલા સૂત્ર E = mC2 સૂત્રની શરૂઆતથી થાય છે. આઈનસ્ટાઇનના મગજને થોમસ હાર્વે નામના ડૉક્ટરે સંશોધન માટે કાઢી લીધુ હતુ. એ વાતનુ આશ્ચર્ય હન્મેશા રહેશે કે “ ઉર્જા = દ્રવ્યમાન x પ્રકાશના વેગનો વર્ગ સૂત્ર આઈનસ્ટાઈને પોતાના મગજના કયા જ્ઞાનતંતુમાથી કાઢીને “સ્પેશિયલ થીયરી ઓફ રીલેટીવીટી “ ના છેલ્લા પેજ પર કોઈ ખૂણામા નાખી દીધુ. બ્રહ્માંડમા રહેતા દરેક જીવ માટે લાગતુ અદભૂત સૂત્ર “ ઉર્જા = દ્રવ્યમાન x પ્રકાશના વેગનો વર્ગ “ NOTHING POSSIBLE WITHOUT EQUATION E = Mc2 IN THE WHOLE SPACE. “ THE DYNAMIC EQUATION OF THE WORLD.
મને લાગે છે કે આ ગ્રેટ સાયંટીસ્ટ વિશે જેટલુ પણ વાચો અથવા લખો તો પણ ઓછુ પડે.
કારણ કે “ જીનીયસ” સદીઓમા એક જ વાર જન્મ લે છે. અને જીનીયસ = આઈનસ્ટાઈન ........................
“ ઉર્જા એજ પદાર્થ છે અને પદાર્થ એજ ઉર્જા છે “ એમ કહી આઈનસ્ટાઈને પદાર્થ અને ઉર્જા વચ્ચેનો ભેદ મિટાવી દીધો હતો. આ સૂત્રનો અર્થ એમ થાય છે કે પ્રકાશવેગને આંબી રહેલા યાનને વધુ ગતિ આપવા માટે આપવી પડતી ઉર્જા અને પ્રકાશવેગની નજીક પહોચ્યા બાદ તો બધી જ ઉર્જા પદાર્થમા જ ફેરવાય જાય. માટે અવકાશયાન કદી પ્રકાશનો વેગ હાંસલ કરી શકતો નથી વધુ આવતી કાલે મનન કરજો...તમારા ફીડબેક આવકાર્ય છે..

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો