ભાગ – 37 11/11/2020
ફોટોઈલેક્ટ્રીક અસર
અહી થઈ સોલરસેલની રચનાની વાત....... ઉપરનો ભાગ ધનવીજભારીત છે જ્યારે નીચેનો ભાગ ઋણભારીત છે. પરીણામે હવે સોલરસેલ વિદ્યુત પેદા કરવા માટે સક્ષમ છે. સોલારસેલની થીયરી પૂર્ણ કરતા આટલો સમય એટલા માટે લાગ્યો કારણ કે આ થીયરી ઘણી જ અટપટી છે. પ્રકાશ તે ફોટોન કણોનો બનેલો છે.“ સોલારસેલને સૂર્યપ્રકાશમાં લઇ જવામાં આવે તો તરત જ વિદ્યુત પેદા થવાનું શરૂ થઇ જાય છે. ” આ સાદું વાકય આપણે સૌ જાણીએ છીએ. પરંતુ આ પાછળ વિજ્ઞાન રહેલું છે. આમ તો દરેક પ્રક્રિયા થાય છે એની પાછળ વિજ્ઞાનનો સિધ્ધાંત રહેલો છે. સૂર્યપ્રકાશનો વેગ 3,૦૦,૦૦૦ કિલોમીટર/સેકન્ડ છે. આટલી ઝડપે સૂર્યપ્રકાશ સોલારસેલ પર પડે છે ત્યારે થતી અસર એજ ફોટોઇલેક્ટ્રિક અસર. ફોસ્ફરસનો ઉપલો સ્તર પાતળો હોય છે. પરિણામે પ્રકાશની વધુ અસર P – ટાઈપ સિલિકોનમાં વધુ થાય છે. જેવો ફોટોન p – ટાઈપ પર હૂમલો કરે છે પરિણામે લાખો ઈલેક્ટ્રોનને મૂળ સ્થાનેથી ખસેડી દે છે.પરિણામે ત્યાં હવે ફરી પાછો “ હૉલ “ રચાય છે. આ પોતાનુ સ્થાન છોડી દીધેલા ઇલેક્ટ્રોન બોરોનના સ્તરમાથી સિલિકોનની સપાટી પર ભટકવા લાગે છે.
વધુ આવતી કાલે મનન કરજો...તમારા ફીડબેક આવકાર્ય છે..

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો