ભાગ – 21 DATE: 12/9/2020
સૂર્ય એ ઉર્જાનો મુખ્ય કુદરતી સ્ત્રોત છે. જેના પ્રકાશને સોલર સેલ વિધુતઉર્જામા રૂપાંતર કરે છે. સૂર્યએ પૃથ્વીથી 14.96 કરોડ કીમી દૂર છે. સૂર્યએ ઉર્જાનુ સતત ઉત્પાદન કરે છે. કારણ કે, તેના કેંદ્રમા અણુભઠ્ઠી સક્રીય છે. જે પ્રકાશ અને ગરમીનુ ઉત્સર્જન કરે છે. અણુભઠ્ઠી સક્રીય હોવાથી સૂર્યમા રહેલા હાઈડ્રોજન વાયુ સતત હીલીયમમા રૂપાંતર પામતો જાય છે. સૂર્ય દ્વારા આટલી વિપુલ પ્રમાણમા ઉર્જા ઉત્પન્ન થવાનુ કારણ હાઈડ્રોજનનુ હીલીયમમા સંલયન થવાની પ્રક્રિયા છે. હાઈડ્રોજનનો પરમાણુક્રમાંક 1 છે. તેની ઈલેક્ટ્રોન રચના 1 છે. હાઈડ્રોજનની સંજ્ઞા H છે. હાઈડ્રોજનમાં 1 પ્રોટોન અને 1 ઈલેક્ટ્રોન છે. હાઈડ્રોજનમાં ન્યૂટ્રોન નથી. હિલીયમનો પરમાણૂક્રમાંક 2 છે. જેમાં ઈલેક્ટ્રોનની સંખ્યા 2 છે. પ્રોટોનની સંખ્યા 2 અને ન્યૂટ્રોનની સંખ્યા 2 છે. હાઈડ્રોજનનું પરમાણુદળ 2 થયું અને હિલીયમનું પરમાણુદળ 4 થયું. હાઈડ્રોજનનાં 4 અણુ સંયોજિત થાય ત્યારે હિલીયમનો 1 અણુ બને છે. પરંતુ, He (હિલીયમ)નાં દળમાં 0.7% ઘટાડો થાય છે. 0.7% દળનું ઉર્જામાં રૂપાંતરણ થાય છે. એટલે આઈનસ્ટાઈનના સૂત્ર પ્રમાણે એક સૂક્ષ્મ પદાર્થ પણ અખૂટ ઉર્જા પેદા કરે છે. ઉદા.1 લી પેટ્રોલથી ચાલતી બાઈક. બાઈકનું એન્જિન પેટ્રોલનું રૂપાંતર ઉર્જામાં કરે છે. રાસાયણિકઉર્જાનું રૂપાંતર ગતિ ઉર્જામાં થાય છે. આમ , દરેક પદાર્થમાં ઉર્જા રહેલી છે.
વધુ આવતી કાલે મનન કરજો...તમારા ફીડબેક આવકાર્ય છે..

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો