ભાગ – 31 DATE: 6/10/2020
ફોટોઈલેક્ટ્રીક અસર
સિલિકોનની સંજ્ઞા Si છે. તેનો પરમાણુક્રમાંક 14 છે. તેની ઈલેક્ટ્રોન રચના (2,8,4) છે. તથા પરમાણુભાર = 14 પ્રોટોન + 14 ન્યૂટ્રોન = 28 છે સામાન્ય રીતે સિલિકોનની બાહ્ય કક્ષામા 4 ઈલેક્ટ્રોન છે. પ્રથમ કક્ષામા 2 ઈલેક્ટ્રોન છે. બીજી કક્ષામા 8 ઈલેક્ટ્રોન છે.ત્રીજી કક્ષામા 4 ઈલેક્ટ્રોન છે.આઈનસ્ટાઇનના મત અનુસાર ઈલેક્ટ્રોંસ અણુથી અણુ ખસે એટલે વિજપ્રવાહ પેદા થાય. કારણ કે વિધ્યુતભારનો જથ્થો = ઈલેક્ટ્રોનનો પ્રવાહ. 1 વિધુતભાર = 6 x 1018 ઈલેક્ટ્રોન. અને વિજપ્રવાહ એટલે ઈલેક્ટ્રોનનો પ્રવાહ.સિલિકોનની બાહ્ય ભ્રમણ કક્ષામા 4 ઈલેક્ટ્રોન છે. સિલિકોનના પરમાણુકેંદ્રની આસપાસ ભ્રમણ કક્ષામા ભ્રમણ કરતા ઈલેક્ટ્રોન મૂક્ત નથી. આ ઈલેક્ટ્રોન સિલિકોનના અણુઓને બાંધી રાખે છે. પરીણામે સિલિકોન પદાર્થ ફરજિયાત ઈનસ્યુલેટર ( અવાહક ) બની ગયો. એટલે કે સિલિકોન અવાહક બની ગયો.જોંસ બર્ઝેલિયસ નામના વૈજ્ઞાનિકે પ્રથમ વખત રેતીમાથી સિલિકોન જુદુ પાડ્યુ હતુ. આ સિલિકોન એકદમ શુધ્ધ હતુ.આ શુધ્ધ સિલિકોન ઈંસ્યુલેટર હતુ પણ કંડક્ટર ન હતુ. એટલે કે વીજવાહક ના હતુ.ત્યારબાદ વીસમી સદીની શરૂઆતમા કરાયેલ પ્રયોગોના આધારે કહી શકાય કે, જો સિલિકોનમા થોડી પણ અશુધ્ધી ઉમેરવામા આવે તો તે કંડક્ટર (વીજવાહક) બની શકે છે.એટલે કે શુધ્ધ સિલિકોનને થોડુક પણ અશુધ્ધ બ્નાવાઅય તો તે વીજપ્રવાહનુ વહન કરી શકે છે. આમ સિલિકોન સુપર કંડક્ટર (સુવાહક) તો નહી પણ સેમીકંડક્ટર ( અર્ધવાહક ) તો બની શકે છે.
વધુ આવતી કાલે મનન કરજો...તમારા ફીડબેક આવકાર્ય છે..

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો