ભાગ – 11 DATE: 1/9/2020
ઝડપ = અંતર/સમય ધારો કે 60 km અંતર 1 કલાકમા પૂરૂ કરવાનુ હોય તો ઝડપ= 60 km/ કલાક થાય. પૃથ્વી પર સમયની વધ-ઘટ માલૂમ પડતી નથી. વિમાનની ઝડપે પ્રવાસ કરો તો પણ સમય ધીમો પડે છે તેવુ લાગશે નહી.છતા પણ વિશિષ્ટ પ્રયોગો થકી “ વિશીષ્ટ સાપેક્ષતાવાદ“ સાબિત થયો છે. સમયને “એરરલેસ” માપી શક્તી અણુઘડિયાળો ગતિમા રાખો તો જાણી શકાય કે . સમય તેના માટે ધીમો પડ્યો છે.
ઈસ.1971મા આ પ્રયોગ થયો હતો.ઓક્ટોબર,1971મા જોસેફ હાફેલે અને રિચાર્ડ કેટીંગ નામના બે ભૌતિકવિજ્ઞાનિઓએ “ચાર અણુઘડિયાળો”ને અમેરિકન ઐરલાઈંસમા ગોઠવી અને “વિશ્વપ્રવાસે” નીકળ્યા. અને પૃથ્વી પરની અણુઘડિયાળ અને એરલાઈંસની અણુઘળિયાળનો સમય બરાબર મેળવી લીધો હતો.વિમાનની ઝડપ 1 કલાકની સરેરાશ 950 કિલોમીટર હતી. પ્રકાશનો વેગ 3,00,00 કીમી/સેકંડ છે. એટલે વિમાનની ઝડપ પ્રકાશની ઝડપ સામે ઘણી જ સૂક્ષ્મ હતી એટલે વિમાન પ્રકાશના વેગ સામે તો સ્થિર જ કહેવાય. જ્યારે “વિશ્વસફર” કરીને આ એરલાઈંસ આવ્યુ ત્યારે ચારેય અણુઘડિયાળો 59 નેનોસેકંડ જેટલી ધીમી પડી હતી. આ તફાવત સૂક્ષ્મ હતો. પ્ણ આટલો ય સૂક્ષ્મ તફાવત “ વિશીષ્ટ સાપેક્ષવાદ“ ની સાબીતી આપવા માટે પૂરતો હતો.
વધુ આવતી કાલે મનન કરજો.... તમારા ફીડબેક આવકાર્ય છે..

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો